કોરોનાને કારણે મૃત્યુ પામેલા 3 પોલીસકર્મીના પરિવારની 25 લાખની સહાય મંજૂર

PC: khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસ કૉવિડ-19ના સંક્રમણને કારણે સર્જાયેલી સ્થિતીમાં આવશ્યક સેવાઓના ભાગરૂપે ફરજ બજાવતા રાજ્ય સરકારના કર્મચારી આવી ફરજ દરમ્યાન કોરોના અસરગ્રસ્ત થવાથી કૉવિડ-19ના કારણે અવસાન પામે તો રાજ્ય સરકાર દ્વારા આવા કર્મચારીના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રીએ આ અંતર્ગત ફ્રન્ટ લાઈન કોરોના વોરીયર્સ તરીકેની આવશ્યક સેવાઓના ભાગરૂપ ફરજ દરમિયાન કોરોના સંક્રમિત થઇને મૃત્યુ પામેલા રાજ્યના ત્રણ પોલીસ કર્મચારીઓના પરિવારને રૂ. 25 લાખની સહાય મંજૂર કરી છે.

જે દિવંગત પોલીસ કર્મચારીઓના પરિવારને આ સહાય ચૂકવવામાં આવશે તેમાં અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીમાં આર્મ્ડ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સ્વ. ભરતસિંહ એસ. ઠાકોર, આર્મ્ડ મદદનીશ સબ ઇન્સ્પેક્ટર સ્વ. ગોવિંદ બી. દાતણીયા અને મડાણા ખાતે રાજ્ય અનામત પોલીસ દળ જુથ-3માં ફરજ બજાવતા સ્વ. કે.એમ.પ્રજાપતિ એમ ત્રણ પોલીસ કર્મચારીઓના પ્રત્યેકના પરિવારને રૂ. 25 લાખની સહાય ચૂકવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp