વિદ્યાર્થીઓને મફત અપાતી સાયકલો ગાંધીનગરમાં જ વેચી મારવાનું કૌભાંડ

PC: youtube.com

ગાંધીનગરમાં સરકાર દ્વારા લોકોને સહાય માટે આપવામાં આવતી સાયકલના વેચાણનું કૌભાંડ ઝડપાયું છે. ગાંધીનગરમાં સરસ્વતી સાધના સાયકલ સહાય યોજનામાં આ કૌભાંડ થયું છે. લોકોને સહાયની સાયકલ આપવા માટે SC અને ST વિભાગ દ્વારા બજેટ ફાળવવામાં આવતું હોય છે. જે સાયકલોનું વેચાણ કરવામાં આવે છે, તે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને સરસ્વતી સાધના સહાય યોજના અંતર્ગત આપવામાં આવતી હોય છે અને આ સાયકલ એક દમ ફ્રીમાં આપવામાં આવે છે.

મહત્ત્વની વાત એ છે કે, એક તરફ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાત કરતી સરકારના મંત્રીઓ જે જગ્યા પર બેઠા છે અને તે જગ્યા પરથી વિપુલ સાયકલ સ્ટોર નામની સાયકલની ખાનગી એજન્સી દ્વારા જ સરકારે વિદ્યાર્થીનીઓને સહાયમાં આપેલી સાયકલોનું પૈસા લઇને વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ ઘટના પરથી એક વાત સ્પષ્ટ જોવા મળે છે કે, જે સરકારી અધિકારીઓ પાસે આ સાયકલના વિતરણની જવાબદારીઓ છે, તે અધિકારીઓ આ કૌભાંડ સાથે જોડાયેલા હોવા જોઈએ કારણે કે, સરકારી અધિકારીઓ મદદની વગર આ સરકાર દ્વારા આપવામાં આવતી સહાયની સાયકલોની ખાનગી સ્ટોરમાં વેચાણ ન થતું હોય.

આ સમગ્ર મામલે સરકાર દ્વારા તપાસ કરવામાં આવશે ત્યારે જ આ સાયકલ કૌભાંડમાં કોની કોની સંડોવણી છે તે સ્પષ્ટ પણ બહાર આવશે. આ સમગ્ર મામેલ વિપુલ સાયકલ સ્ટોરના સંચાલકો આ સાયકલ સેમ્પલની સાયકલ હોવાનું કહીને અન્ય માહીતી આપવાની મનાઈ કરી રહ્યા છે. વિપુલ સાયકલ સ્ટોરમાંથી સરકારી યોજનાની સાયકલનું જે ખરીદનારને વેચાણ કરવામાં આવ્યું છે તેની પાસેથી 4,000 રૂપિયા લેવામાં આવ્યા હતા અને GST વાળું બીલ પણ આપવામાં આવ્યું હતું.

સાયકલ ખરીદનારે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સેક્ટર 22માં આવેલા વિપુલ સાયકલ ભંડારમાંથી 4,000 રૂપિયાની સાયકલ ખરીદી કરી છે. જે જગ્યા પરથી સાયકલની ખરીદી ત્યાંના ગોડાઉન આ સહાયની સાયકલો પડી રહે છે. મને સાહેબ ગોડાઉનમાં લઇ ગયા ત્યારે તેમાં 500થી 600 સાયકલો ત્યાં હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp