સૌરાષ્ટ્રમાં બળદગાડામાં જાન આવતા આખું ગામ જોવા ઊમટ્યું

PC: gujarati.news18.com

અત્યારે ટેક્નોલોજીના જમાનામાં લગ્નમાં પણ હવે નવા-નવા પ્રયોગ કરવામાં આવતા હોય છે. કોઇ ઘોડે ચડીને જાન લેવા જાય છે. તો કોઇ વળી ફેરારી જેવી ગાડી લેઇને, તો કોઇ હેલિકોપ્ટર લઇને પોતાની નવી નવેલી પત્નીને લેવા માટે પહોંચે છે. પરંતુ હજુ પણ ગ્રામીણ વિસ્તારોમાં વર્ષો જૂની પરંપરા જળવાઇ રહેલી છે. વર્ષો પહેલા લગ્નની જાનો બળદગાડામાં જતી હતી. તેમાં ઘોડા અને સાથે ઘોડાગાડી રહેતી હતી. જેની અંદર વર્ષો પહેલા લોકો જાન લઇને જતા હતા. જેની ઝાંખી આજે પણ ગ્રામીણ વિસ્તારોની અંદર જોવા મળી રહી છે.

સાવરકુંડલા તાલુકાના કલ્યાણપરાથી લીખાળા સુધી પાંચ કિલોમીટરના અંતરમાં વર્ષો જૂની પરંપરાગત રીતે બળદગાડામાં જાન નીકળી હતી. પારસભાઇ નામના વ્યક્તિની જાન લીખાળા સુધી વર્ષો જૂની પરંપરાગત રીતે નીકળી હતી, જેમાં 11 જેટલા બળદગાડાઓને શણગારવામાં આવ્યા હતા. બળદ પર જૂલ નાખવામાં આવી હતી. બળદના શિંગડાની અંદર પણ મોતીઓથી તૈયાર કરવામાં આવેલી જૂલ નાખવામાં આવી હતી. સાથે જ ઘોડા હતા, જેમને પણ શણગારવામાં આવ્યા હતા અને વર્ષો જૂના પોશાકો સાથે આ જાન નીકળી હતી.

આ જાન લીખાળા ગામ ખાતે ગોપીબેન જીતુભાઇ વસોયાને ત્યાં પહોંચી હતી, ત્યારે એક ન્યૂઝ ચેનલ સાથે ગોપીબેને વાત કરતા જણાવ્યું હતું કે, પતિ જે વર્ષો જૂની પરંપરાગત રીતે અહીં જાન લઇને આવે છે જેથી તે ખુશ છે. સાથે જ તેમના પિતાએ પણ જણાવ્યું હતું કે, કંઇક અલગ રીતે આ જાન આવી રહી છે જેથી તેમને ખૂબ જ ઉત્સાહ છે. આ જાન લીખાળામાં ગોપીબેન જીતુભાઇ વસોયાના ઘરે પહોંચી હતી.

એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા ગોપીબેને જણાવ્યું હતું કે, પતિ જે વર્ષો જૂની પરંપરાગત રીતે અહીં જાન લઇ આવે છે જેથી તેઓ ખુશ છે. સાથે જ તેના પિતાએ પણ કહ્યું કે, કંઇક અલગ રીતે આ જાન આવી રહી છે જેથી તેમાં ખૂબ ઉત્સાહ છે. 11 જેટલા બળદગાડાઓનો શણગાર કરવામાં આવ્યો હતો અને સાથે જ હાલમાં ચૂંટણીનો માહોલ છે, જેને લઇને બળદગાડા વચ્ચે એક બેનર લગાવવામાં આવ્યું હતું. જે બેનર અવશ્ય મતદાન કરવા જણાવવામાં આવ્યું હતું. હજુ પણ ગ્રામીણ વિસ્તારોમાં અંદર જૂની પરંપરા જળવાઇ રહી છે. વર્ષો જૂના પોશાક સાથે બળદ ગાડમાં હજુ પણ જાન નીકળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp