કોંગ્રેસને ટેકો જાહેર કરવા પાછળ જયનારાયણ વ્યાસનો પાટીલ સામેનો છે રોષ, જાણો વધુ

PC: twitter.com

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન માટે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ ઝડપી બની છે. હવે ગુજરાતની રાજનીતિમાં મોટો વળાંક આવ્યો છે અને એ વળાંક છે સિદ્ધપુર વિધાનસભા બેઠક પર. પૂર્વ આરોગ્યમંત્રી ડૉ જ્યનારાયણ વ્યાસ કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરની સભામાં દેખાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આની પાછળના કારણોમાં જયનારાયણ વ્યાસનો હાલના પ્રમુખ સીઆર પાટીલ સામે ભારે રોષ પણ બહાર આવી રહ્યો છે.

ડો જ્યનારાયણ વ્યાસે કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરને સમર્થન આપ્યું છે. વામૈયા ગામે સિદ્ધપુર કોગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની સભામાં ડો.જયનારાયણ વ્યાસે હાજરી આપી છે. ડો.જયનારાયણ વ્યાસે સભામાં લોકોને ચંદનજી ઠાકોરને મત આપી જીતાડવા માટે અપીલ કરી હતી.

તમને જણાવી દઈએ કે, ડો. જયનારાયણ વ્યાસ ભાજપના સિનિયર નેતા હતા અને તેમણે થોડા સમય અગાઉ પક્ષ સામે નારાજગી વ્યક્ત કરીને તમામ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારે 20 દિવસ બાદ ભાજપ સામે ઉતર્યા છે. ડો. જયનારાયણ વ્યાસ સિધ્ધપુર બેઠક માટે ભાજપની સેન્સ આપવા ગયા હતા. પરંતુ તેમને ટિકિટ મામલે નેગેટીવ ચર્ચાઓ બાદ તેઓએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ જયનારાયણ વ્યાસ અશોક ગેહલોતને મળ્યા હતા.

નેશનલ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જયનારાયણ વ્યાસે ભાજપના વર્તમાન પ્રમુખ સીઆર પાટીલ સામે કેટલાક ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે આ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જિલ્લા કક્ષાએ જે રીતે ભાજપ ચાલે છે તે જોતાં ભાજપે તમામ સિદ્વાંતો છોડી દીધા છે. પ્રમુખ સીઆર પાટીલે કહ્યું કે મેં આ પહેલાં પણ ટિકિટી માંગી હતી, તો તેમને કહેવું છે કે ત્યારે તેઓ પ્રમુખ ન હતા. અધ્યક્ષના ગરિમાપૂર્ણ હોદ્દા પર બેઠેલો માણસ આડેધડ આક્ષેપો કરે છે. મેં તેમનાં વિશે એક શબ્દ કહ્યો ન હતો.

તેમણે વધુમાં કહ્યું હતું કે સીઆર પાટીલ તેમની ગરિમાને ભૂલાવીને વાત કરી રહ્યા છે તેનું મને દુખ છે. મને ચૂંટણીની ટિકિટ નહીં મળે તેવું કહેનારા તેઓ કોણ છે? તેઓ પણ એક વ્યવસ્થાના ભાગરુપે પ્રમુખ છે.અમૂક મર્યાદિત સમય સુધી રહેવાના છો. એ પછી તમે પણ કંઈ જ નથી. આવી અણછાજતી વાત ચંદ્રકાંત પાટીલના મોંમાં આવી તેનું મને દુખ છે. આવી વાત તેમણે કરવી જોઈતી ન હતી.

તેમણે કહ્યું હતું કે સીઆર પાટીલે કહ્યુ હતું કે મને (જયનારાયણ વ્યાસ)ને ટિકિટ આપવામાં આવશે નહીં. તો આવું કહેનારા તમે કોણ છો ટિકિટ આપાનારા કે નહીં આપનારા. મેં તેમની બહુ અમાન્યા રાખી છે પણ હવે હું પાર્ટીમાં નથી. જે ભાજપને મેં સિંચી છે તે ભાજપ આજે નથી. ભાજપમાં અમે કુટૂંબ તરીકે કામ કરતા હતા. હું હોસ્પિટલમાં ભરતી થયો,મારા પત્ની ગુજરી ગયા તો મને પ્રદેશ પ્રમુખે સંવેદનાનો એક ફોન પણ ન કર્યો ન હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp