મોટું માથું બન્યુ દુખાવો ! પોલીસ મૂંઝવણમાં મૂકાઈ કે દંડ કરવો કે છોડી દેવો

PC: hindi.news18.com

નવો મોટર વ્હિકલ એક્ટ લાગૂ થયા પછી મોટા પ્રમાણમાં દંડ વસૂલવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ટ્રાફિક પોલીસને જોઈને જ લોકોના હોશ ઉડી રહ્યા છે. 1 સપ્ટેમ્બરથી લઈ હજુ સુધીમાં ઘણાં રસપ્રદ કિસ્સા સામે આવ્યા છે. પણ દંડને લઈને એક અજીબ જ કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતમાં ટ્રાફિક પોલીસે એક વ્યક્તિને વિના હેલમેટે ગાડી ચલાવતા પકડ્યો હતો. પણ જ્યારે તેણે પોલીસને પોતાની મજબૂરી જણાવી તો પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઈ ગઈ કે તેનું ચલણ કાપવું કે તેને છોડી દેવો.

છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ગામનો આ મામલો છે. સોમવારે ઝાકીર મેમન નામના વ્યક્તિને પોલીસે હેલમેટ વિના ગાડી ચલાવતો પકડી લીધો હતો. તેની પાસે ગાડીથી સંબંધિત દરેક દસ્તાવેજો હતા, પણ તેણે હેલમેટ પહેર્યું નહોતું. પોલીસે તેને દંડ ભરવાનું કહ્યું, પણ ઝાકીરે જ્યારે તેની સમસ્યા પોલીસને જણાવી તો પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઈ ગઈ હતી. ઝાકીરે જણાવ્યું કે, તે કોઈપણ હેલમેટ પહેરી શકે એમ નથી, કારણ કે કોઈપણ સાઈઝનું હેલમેટ તેના માથામાં ફીટ થતું નથી.

તેણે પોલીસને જણાવ્યું કે, શહેરની દરેક દુકાનોમાં જઈને તેણે હેલમેટ શોધ્યું, પણ તેની સાઈઝનું હેલમેટ તેને મળ્યું જ નહી. હું પોતે જ પરેશાન છું. હું દરેક દસ્તાવેજો મારી સાથે રાખું છું, પણ હેલમેટનું શું કરું.

પોલીસે આ મામલે કહ્યું, આ એક નોખી સમસ્યા છે. ઝાકીરની મુશ્કેલીને જોઈને અમે તેને દંડ નથી ફટકારી રહ્યા, તે કાયદાનું સન્માન કરે છે અને પાલન પણ કરે છે. તેની પાસે વૈધ દસ્તાવેજો પણ છે. પણ હેલમેટની સમસ્યા નોખી જ છે.

ગુજરાત સરકારે દંડની રકમમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે ખાસ કરીને ટુ વ્હીલર અને ખેતી કાર્યમાં લાગેલા વાહનોને આ છૂટ આપી છે. રુપાણી સરકારે કહેલું કે, અમે આ નિયમોની ધારા 50માં ફેરફાર કર્યો છે. જેમાં અમે દંડની રકમ ઓછી કરી નાખી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp