ગુજરાતી કિશોરીના વાળ દુનિયામાં સૌથી લાંબા, ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું

ગુજરાતની 17 વર્ષીય કિશોરી નીલાંશી પટેલના વાળ દુનિયાના સૌથી લાંબા છે. જે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લામાં મોડાસાની રહેવાસી નીલાંશી પટેલને તેના લાંબા વાળના કારણે રિયલ લાઇફની રુપાન્ઝેલ (જર્મન પરિકથાનું એક પાત્ર) કહેવામાં આવે છે. નીલાંશીએ ટીનેજ કેટેગરીમાં સૌથી લાંબા વાળનો રેકોર્ડ તોડ્યો છે.

નીલાંશીના કહેવા અનુસાર, તેના લાંબા વાળ વધવા અને તેની સુંદરતાનું રાજ તેની માતા પાસે છે. તે ઘરમાં બનાવેલું તેલ વાળમાં લગાવે છે. આ તેલને તેની (નીલાંશીની) મમ્મી વિશેષ તત્વોથી બનાવે છે. તે કહે છે કે, તેને લાંબા વાળ ખુબ જ ગમે છે અને તે વાળ ક્યારેય કપાવવા નથી માંગતી. મારી માતાનું સપનું હતું કે વાળોના કારણે મારું નામ ગિનિસ બુકમાં નોંધાય. મારી માતાનું સપનું બે વાર પુરું થયુ છે. કરિયર બાબતે નીલાંશીએ કહ્યું હતું કે, તે 12માં ધોરણમાં ભણે છે અને ભવિષ્યમાં તે સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગે છે. હાલ તે JEEની તૈયારી કરી રહી છે.

નીલાંશી પટેલનું કહેવું છે કે, તે જ્યારે 6 વર્ષની હતી ત્યારે ખરાબ વાળ હોવાના કારણે તેણે વાળ કપાવી નાંખ્યા હતા પરંતુ, ત્યારબાદથી તેણે વાળની સારસંભાળ રાખવાની શરૂ કરી હતી. એ પછી નીલાંશી જ્યાં પણ જતી ત્યાં લોકો તેના વાળ સાથે સેલ્ફી લેવા માંગતા હતાં. તેથી તેને એમ લાગતું હતું કે, તે કોઇ સેલિબ્રિટી છે. 22 સપ્ટેમ્બર, 2019ના રોજ નીલાંશી પટેલે સૌથી લાંબા વાળનો રેકોર્ડ તોડ્યો હતો. ત્યારે તેના વાળની લંબાઇ 190 સેન્ટીમીટર હતી. આ પહેલા 21 નવેમ્બર, 2018ના રોજ તેના વાળોની લંબાઇ 170.5 સેન્ટીમીટર હતી. જે એક રેકોર્ડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp