રીવરફ્રન્ટ મર્ડર કેસ ઉકેલવા માટે મજુરોને મારનાર બે પોલીસ સામે ગુનો તો નોંધ્યો પણ

PC: khabarchhe.com

અમદાવાદની રીવરફ્રન્ટ ઉપર થયેલી હત્યાનો ભેદ ઉકેલવા માટે ત્યાં કામ કરતા છ મજુરોને ચાર દિવસ ફટકારી કરંટ આપવાના મામલે હવે અમદાવાદ પોલીસે બે પોલીસવાળા સામે ગુનો નોંધ્યો છે. જો કે પોલીસની બદમાશી એવી છે કે પોલીસે મજુર પાસે નોંધાવેલી ફરિયાદમાં અજાણ્યા પોલીસવાળા તેવા શબ્દનો ઉપયોગ કર્યો છે. 

અમદાવાદના રીવરફ્રન્ટ ઉપર ચાલી રહેલા આનંદ મેળાના સ્થળે મોડી રાતે  સીકયુરીટી ગાર્ડને એક લાશ મળી હતી. આ મામલે હત્યા કોણે કરી તે શોધવા માટે સાઈટ ઉપર કામ કરતા છ મજુરોને પોલીસ ઉપાડી લાવી રીવરફ્ન્ટ પોલીસ સ્ટેશનમાં લાવી ચાર દિવસ ફટકર્યા હતા ને કરંટ આપ્યો હતો. પોલીસ તેમની પાસે હત્યાની કબુલાત કરાવી લેવા દબાણ લાવી રહી હતી. 

પરંતુ આ ઘટનામાં છ મજુરો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને વીએસ હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા. જયાં પાંચ મજુરોને સારવાર આપી જવા દેવામાં આવ્યા હતા. જયારે એકને દાખલ કર્યો હતો.જો કે આ મામલે હોબાળો થતાં પોલીસે બે પોલીસવાળા સામે ગુનો નોધ્યો છે. જો કે ફરિયાદમાં પોલીસના નામ લખવાને બદલે એક ખાખી કપડાવાળો પોલીસ અને એક ખાનગી કપડાવાળો પોલીસ તેવો ઉલ્લેખ કર્યો છે. આમ ફરિયાદ તો નોંધી પણ પોલીસની ખોરી દાનત ફરિયાદમાં જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp