પશુપાલકો માટે ખુશીના સમાચાર, સાબર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો આટલો વધારો

PC: youtube.com

સાબર ડેરી સાથે સંકળાયેલા પશુપાલકો માટે ખુશીના સમાચાર છે. સાબર ડેરી દ્બારા પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે પશુપાલકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. સાબર ડેરીએ ભેંસના દૂધમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 20નો વધારો કર્યો છે અને ગાયના દૂધમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 10નો વધારો કર્યો છે. આ ભાવ વધારાને આગામી 21 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. સાબર ડેરી સાથે 4.50 લાખ કરતા વધારે પશુપાલકો જોડાયેલા છે. 

એક તરફ મોંઘવારીનો માર સતત જનતા પર પડી રહ્યો છે. મોંઘવારી વધવાના કારણે પશુઓના આહારમાં પણ સતત ભાવ વધારો થતો જાય છે. જેની સામે સાબર ડેરીના આ નિર્ણયથી પશુપાલકોને પણ મોંઘવારીના મારથી થોડી રાહત મળશે. ઉલ્લેખનીય છે કે, બે મહિનાના સમયમાં બીજીવાર સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

બે મહિના પહેલા સાબર ડેરી દ્વારા પણ પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા ગયાના અને ભેંસના દૂધના પ્રતિકિલો ફેટે 20 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો અને અત્યારે પણ દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે 20 રૂપિયાનો વધારો થયો છે. આમ કુલ બે મહિનાના સમયમાં દૂધમાં પ્રતિ કિલો ફેટે 40 રૂપિયાના ભાવનો વધારો થયો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp