પાટણમાં બે સગીરા દુષ્કર્મનો ભોગ બની, એક પર 5 લોકોએ સામૂહિક દુષ્કર્મ કર્યું

PC: outlookindia.com

રાજ્યમાં લોકડાઉન વચ્ચે પણ બળાત્કારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જાણે નરાધમોને કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર જ હોય એવું લાગી રહ્યું છે. કારણ કે, અવાર નવાર રાજ્યમાં છેડતી અને બળાત્કારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક સામૂહિક બળાત્કારનો કિસ્સો પાટણમાં સામે આવ્યો છે. જેમાં પાંચ શખ્સોએ લગ્નની લાલચ આપી એક સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું અને ત્યારબાદ સગીરાની બહેનપણી સાથે પણ દુષ્કર્મ આચર્યુ હતું સમગ્ર મામલે સગીરાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

આ સમગ્ર ઘટના પાટણના સરસ્વતી તાલુકામાં આવેલા એક ગામની છે. ગામમાં રહેતા પાંચ શખ્સો દ્વારા એક સગીરા અને સગીરાની બહેનપણી સાથે દુષ્કાળમાં કરવામાં આવ્યુ હતું. સરસ્વતી તાલુકાના એક ગામમાં રહેતી એક સગીરાને એક યુવકે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી ત્યારબાદ તે સગીરાની મદદથી બીજા ઈસમે સગીરાની બહેનપણીને તેના પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપી હતી ત્યારબાદ બંને અવાર નવાર સગીરા અને તેની બહેનપણી સાથે દુષ્કર્મ આચરતા હતા ત્યારે 3 ઓગસ્ટના રોજ રાત્રીના સમયે સગીરાના પ્રેમીના મિત્રોએ સગીરાને તબેલા ઉપર લઈ ગયા અન્ય મિત્રો સાથે મળી સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

દુષ્કર્મ આચરનારાઓએ સગીરાને ધમકી આપી હતી કે, તે આ વાતની જાણ કોઈને કરશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે. સગીરાએ નરાધમોની ધમકીથી નહીં ડરીને સમગ્ર ઘટનાની જાણ પરિવારના સભ્યોને કરી હતી અને પરિવારના સભ્યોની સાથે સગીરાએ પાટણના વાગડોદ પોલીસ સ્ટેશનમાં સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સગીરાની ફરીયાદ લઈ નરાધમોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ આધેડ સામે દુષ્કર્મની કોશિષની ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર ઘટનામાં વેજલપુર વિસ્તારમાં પતિ અને બાળકો સાથે રહેતી એક મહિલાને મહેશ શાહ નામના વ્યક્તિ સાથે મુલાકાત થઈ હતી. મુલાકાત બાદ મહિલા વારંવાર મહેશ શાહની દુકાને દાગીના લેવા જતી હતી, ત્યારબાદ મહેશ શાહે મહિલા પાસેથી એક ઇન્સ્યોરન્સ પોલિસી લીધી હતી. મહેશ શાહ મહિલાની માતાનું અવસાન થયા બાદ મહિલાના ઘરે ખરખરો કરવા ગયો હતો. તે સમયે તેને મહિલાને પોતાના ઘરે આવવા માટે જણાવ્યું હતું. મહેશ શાહ હવા ફેર કરવાનું કહી મહિલા અને બાળકોને પોતાની સાથે લઈ ગયો હતો. મહિલા અને બાળકોને તેના ઘરે લઈ જઇ મહિલાને કેફી પીણું પીવડાવ્યુ હતું અને ત્યાર બાદ મહિલાને ઉપરના માળે લઈ જઇ બારણાની સ્ટોપર મારવાના બહાને મહિલા સાથે જબરજસ્તી કરી હતી. મહિલા ગુસ્સે થતા મહેશ શાહ તેની કારમાં બાળકોને મહિલાના ઘરે મૂકી ગયો. આધેડની આ હરકતોના કારણે મહિલાએ સમગ્ર ઘટનાને પગલેને DCPને અરજી કરી હતી અને ત્યારબાદ પોલીસે મહેશ શાહ સામે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp