આગામી 48 કલાકમાં ગુજરાતના આ હિસ્સામાં ભારે વરસાદની આગાહી

PC: connectgujarat.com

ગુજરાત પરથી વાયુનો ખતરો ટળી ગયો છે. પણ વાયુનું અસરના કારણે ગુજરાતમાં કેટલીક જગ્યા પર વરસાદ વરસી રહ્યો છે. ભારે પવનની સાથે વરસાદના કારણે ઘણી જગ્યાઓ પર નીચાણ વાળા વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયા છે. વાયુની અસરથી પડેલા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વરસાદ પડવાના કારણે ઘણા ખેડૂતોએ વાવણીની શરૂઆત પણ કરી દીધી છે.

ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ઉત્તર ગુજરાતમાં વાયુની અસરના કારણે હવાનું દબાણ નબળું પડવાના કારણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 48 કલાક દરમિયાન ભારે પવન સાથે વરસાદ પડશે. રવિવારે પણ વાયુ વાવાઝોડાની અસરના કારણે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના ઇડરમાં 6 મીલીમીટર, વિસનગરમાં 5 મીલીમીટર, બહુચરાજીમાં 4 મીલીમીટર. ઊંઝા, મહેસાણા, ખેરાલુ અને સતલાસણામાં 2 મીલીમીટર વરસાદ પડ્યો હતો. બનાસકાંઠાના દિયોદરમાં 15 મિનિટ વરસાદ પડ્યો હતો. તો પાટણ, રાધનપુર અને ચાણસ્મા પંથકમાં બપોરના સમયે વરસાદી ઝાપટા પડ્યા હતા. આજે એટલે વાયુની અસરના કારણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં ગાજ વીજ સાથે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે.

મંગળવારના રોજ એટલે કે, કાલે સાબરકાંઠા અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં આઠ ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી કરવામા આવી છે. આગાહીના કારણે તંત્ર દ્વારા જિલ્લામાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. મહેસાણા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્તાઓ વ્યક્ત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp