લગ્નપ્રસંગ માતમમાં ફેરવાયો, કાકાની દીકરીના લગ્નનો મંડપ બાંધતા 2ના વીજ કરંટથી મોત

PC: khabarchhe.com

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આવેલા ઉભરાણ ગામે કાકાની દીકરીના બે એક દિવસ પછી યોજાનારા લગ્ન પ્રસંગે મંડપ બાંધવા આવેલા ગાબટ ગામના 2 યુવકોને વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત થતા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. ઉભરાણ ગામે આગામી બે દિવસમાં કાકાની દીકરીનું લગ્ન હોવાથી ગાબટ ગામના દેવીપૂજક સમાજના 34 વર્ષીય ભલાભાઈ દેવીપૂજક અને 24 વર્ષીય કિશન દેવીપૂજક મંડપ બાંધવા આવ્યા હતા.

આ બંને યુવકો મંડપ બાંધવા લોખંડની પાઇપો ઉભી કરી રહ્યા હતા ત્યારે ઉપરથી પસાર થતા જીવંત વિજતારને પાઇપ અડકી જતાં બંને યુવકોને વીજ કરંટ લાગ્યો હતો.

કરંટના કારણે બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.આ ઘટનામાં મૃત્યુ પામેલા ભલાભાઈના 5 સંતાનો અને કિશનભાઈના 2 સંતાનોના માથેથી પિતાની છત્ર છાયા દૂર થઈ જતા પરિવારજનો પણ મુશ્કેલીમાં આવી ગયા છે. બનાવ અંગે માલપુર પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp