પક્ષીઓ માટે 2 ભાઈઓએ બનાવ્યું 35 માળનું ઘર, ખાવા-પીવાની પણ હશે વ્યવસ્થા

PC: news18.com

રાજસ્થાનના બૂંદી જિલ્લાના સિસોલા ગ્રામ પંચાયતના ગોવલ્યા ગામમાં બે ભાઈઓએ પોતાના માતા-પિતા પાસેથી મળેલી પક્ષીઓ તેમજ પ્રકૃતિને પ્રેમ કરવાની પ્રેરણાને પગલે 2 હજાર પક્ષીઓ માટે 35 માળનું 51 ફૂટ ઊંચુ પક્ષી ઘર બનાવ્યું છે. બંનેએ પક્ષીઓને શિયાળામાં ઠંડી, ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદથી બચવા માટે પોતાના ટીન શેડના ઘરને પાકું બનાવવાને બદલે પક્ષીઓ માટે ઘર બનાવીને એક મિસાલ કાયમ કરી છે. વ્યાખ્યાતા રાધેશ્યામ મીણાએ પોતાના મોટાભાઈ ગ્રામ વિકાસ અધિકારી ભરતરાજ મીણા સાથે મળીને પક્ષીઓ માટે દાણા-પાણીની વ્યવસ્થા કરવા માટે 10 લાખના ખર્ચે પક્ષીઓ માટે એક બર્ડ હાઉસ બનાવ્યું છે. તેમનું કહેવુ છે કે, નાનપણમાં તેમની માતા ફોરી બાઈ અને પિતા દેવલાલ દ્વારા પક્ષીઓને ઘરના આંગણમાં બનેલા ચબૂતરા પર દાણા નાંખતા જોયા હતા. પોતાના માતા-પિતા પાસેથી મળેલી પ્રેરણાને કારણે બંને ભાઈઓએ ટીન શેડના મકાનને પાકુ બનાવવાતા પહેલા પક્ષીઓ માટે પક્ષી ઘર બનાવવાનો નિર્ણય લીધો.

ભાઈઓનું કહેવુ છે કે, બર્ડ હાઉસનું નિર્માણ અંતિમ ચરણમાં છે. નિર્માણ બાદ 10 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવી રહેલા 35 માળના 51 ફૂડ ઊંચા પક્ષી ઘરમાં કુલ 560 માળા બનાવવામાં આવ્યા છે. તેમા 2 હજાર પક્ષીઓના બેસલા તેમજ દાણા-પાણીની વ્યવસ્થા છે. માતા ફોરી બાઈ અને પિતા દેવલાલ પાસેથી મળેલી પ્રેરણાને પગલે ગામની યુનિવર્સિટી પાસે પક્ષીઓ માટે પક્ષી ઘર બનાવનારા પક્ષી પ્રેમી બંને ભાઈઓએ એ પક્ષી ઘરનું નામ પોતાના માતા-પિતાના નામ પર ફીરોદેવ રાખ્યું છે.

રાધેશ્યામ મીણાએ જણાવ્યું કે, પક્ષીઘરની ઊંચાઈ 51 ફૂટ છે. પક્ષી ઘરના નિર્માણ માટે પહેલા 3 ફૂટ પહોળાઈનું 12 ફૂટ ઊંચુ પીલર બનાવવામાં આવ્યું છે. તેના પર પ્લેટફોર્મ બનાવીને 35 માળ બનાવવામાં આવ્યા છે. એ માળ પર 16 માળા બનાવવામાં આવ્યા છે.

પક્ષી ઘરમાં પક્ષીઓ માટે કુલ 560 ઘર બનાવવામાં આવ્યા છે. દરેક માળ પર પ્લેટફોર્મ અષ્ટકોણમાં બનાવવામાં આવ્યું છે અને દરેક માળાનો આકાર 13 બાઈ 13 ઈંચ રાખવામાં આવ્યો છે. પક્ષી ઘરમાં શિયાળો, ઉનાળો અને ચોમાસામાં પણ 2 હજાર પક્ષીઓ સુરક્ષિત રહી શકશે. તેમણે જણાવ્યું કે, પક્ષી ઘરના નિર્માણ માટે સ્થાનની પસંદગી કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે, જ્યાં વૃક્ષો વધુ હોય અને જ્યાં પક્ષીઓ રહેતા હોય તેવી જગ્યા પસંદ કરવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp