26th January selfie contest

2 વર્ષની ઉંમરથી આવતા હતા પીરિયડ, 7 વર્ષમાં દેખાવા લાગી એડલ્ટ

PC: aajtak.in

એક એવી છોકરી જે માત્ર 2 વર્ષની પણ નહોતી થઈ અને તેને પીરિયડ્સ આવવા લાગ્યા હતા. 7 વર્ષની ઉંમરમાં તેની બોડી મેચ્યોર થઈ ગઈ હતી. આ કારણથી તેના ક્લાસમેટ્સ અને તે લોકોના પેરેન્ટ્સ તે છોકરીની મજાક ઉડાવતા હતા. તે આ વાતથી ઘણી પરેશાન રહેતી હતી. આ સ્ટોરી છે 23 વર્ષની થઈ ચૂકેલી લિઝા લુઈસની. લિઝા અસામયિક પ્યૂબર્ટીથી ગ્રસિત રહી છે. લિઝાએ હવે પોતાની સ્ટોરી આખી દુનિયા સાથે શેર કરવાનો નિર્ણય લીધો છે.

અસામયિક પ્યૂબર્ટી ઘણી રેર કન્ડિશન છે. જ્યાં બાળકનું શરીર સમય કરતા પહેલા વિકસિત થવા લાગે છે. એટલે સુધી કે તે બાળક ચાલવાનું શીખે તે પહેલા તેનું શરીર વિકાસિત થવા લાગે છે. જન્મના દોઢ વર્ષમાં જ બેબી લિઝાનું શરીર એડલ્ટ છોકરીની જેમ મેચ્યોર થવા લાગ્યું હતું. પ્રાઈમરી સ્કૂલથી જ તેને રેગ્યુલર પીરિયડ્સ આવવા લાગ્યા હતા. 8 વર્ષની ઉંમરમાં જ તેણે એડલ્ટ બ્રા પહેરવી પડતી હતી. બ્રિટનના ન્યૂકાસલની રહેનારી 23 વર્ષની કસ્ટમર સર્વિસ વર્કર લિઝા લુઈસે કહ્યું કે આ કન્ડીશનના કારણે તેના ક્લાસમેટ્સ તેને ઘણી ખરાબ રીતે હેરાન કરતા હતા.

લિઝાએ કહ્યું કે- હું બાકી છોકરીઓ કરતા વધારે વિકસિત હતી. મારા બ્રેસ્ટની સાઈઝ ઘણી વધી ગઈ હતી. 7 વર્ષની ઉંમરથી તે વિકસિત થવા લાગ્યા હતા. પ્રાઈમરી સ્કૂલ દરમિયાન સ્વીમીંગ માટે જતી હતો તો લોકો મારા પર સતત કોમેન્ટ કરતા હતા. છોકરાઓ મારી પર બ્રેસ્ટ ઈમ્પલાન્ટનો આરોપ લગાવતા હતા, પરંતુ હું નાનકડી બાળકી હતી. બીજા બાળકોના પેરેન્ટ્સ પણ મને ઘુરતા હતા અને કોમેન્ટ કરતા હતા. લિઝાએ કહ્યું કે જ્યારે હું 18 મહિનાની હતી ત્યારે મારા પ્રાઈવેટ પાર્ટથી લોહી નીકળવા લાગ્યું હતું. આ જોઈને મારી માતા ઘણી ચિંતિત થઈ ગઈ હતી અને તરત ડૉક્ટરનો સંપર્ક કર્યો હતો.

લિઝાએ કહ્યું કે- ડૉક્ટરે તપાસ કરી તો ખબર પડી કે અસામયિક પ્યૂબર્ટી હોઈ શકે છે. તપાસ પછી આ વાતને તેમને કન્ફર્મ કરી હતી. મને એક એડલ્ટ છોકરીની જેમ પીરિયડ્સ આવવા લાગ્યા હતા.મારા સપોર્ટિવ પેરેન્ટ્સના કારણે મને ક્યારેય એકલપણું લાગ્યું નથી. માતા પિતાએ મારા શરીરમાં થઈ રહેલા બદલાવને સામાન્ય બદલાવ તરીકે સ્વીકારવાનું મને શીખવાડ્યું હતું.     

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp