મદરેસામાં 76 મુસ્લિમ અને 25 હિંદૂ કપલે સમૂહ લગ્ન કર્યા

PC: thehindu.com

સાંપ્રદાયિક એકતાનો એક શ્રેષ્ઠ મેસેજ આપતા કર્ણાટકના બેલાગવી જિલ્લાની એક મદરેસામાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન 76 મુસ્લિમ અને 25 હિંદુ કપલે લગ્ન કર્યા. મદરેસામાં થયેલા આ સામૂહિક લગ્નનું આયોજન જામિયા-ફૈઝાન-ઉલ-કુરાન અને ઈશા ફાઉન્ડેશને કર્યું હતું. ઈશા ફાઉન્ડેશન ગુજરાતમાં મોટા સ્તરે સામૂહિક લગ્નનું આયોજન કરાવે છે.

દરેક દુલ્હનને મંગળસૂત્રઃ

નવા હિંદુ દંપતિને ગીતા અને મુસ્લિમ દંપતિને કુરાન આપવામાં આવી. આયોજકે દરેક હિંદુ દુલ્હનને મંગળસૂત્ર પણ આપ્યું. આ કાર્યક્રમમાં બેલીહંગલના ધારાસભ્ય મહંત કૌજાલાગીએ દરેકને આશીર્વાદ આપ્યા. આ કાર્યક્રમમાં 4000થી વધારે લોકોએ ભાગ લીધો. જામિયા-ફેઝાન-કુરાનના સભ્ય મોહમ્મદ રફીક એ નાઈકે કહ્યું કે, તેમણે દરેક દંપતિને એક રેફ્રિજરેટર, એક કબાટ અને એક સિલાઈ મશીન ગીફ્ટના રૂપમાં આપી છે.

કેરળમાં પણ મસ્જિદમાં લગ્ન થયેલાઃ

આ સમૂહ લગ્નના એક મહિના પહેલા કેરળમાં પણ 100 વર્ષ જૂની એક મસ્જિદમાં હિંદૂ લગ્નનું આયોજન થયું હતું. આ લગ્નમાં 4000 લોકોને શાકાહારી ભોજન આપવામાં આવ્યું હતું. એક હિંદુ પૂજારીએ રીતિ-રિવાજો હેઠળ લગ્ન કરાવ્યા હતા. લગ્ન બાદ કપલે મસ્જિદના ઈમામના પણ આશીર્વાદ લીધા હતા.

અહીંના ચેરુવલી મુસ્લિમ જમાત મસ્જિદમાં હિન્દુ યુગલના હિન્દુ રીતિ-રિવાજ અનુસાર લગ્ન કરાવવામાં આવ્યા હતા. લગ્નમાં હિન્દુ મંત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા અને યુગલે સાત ફેરા પણ લીધા હતા. મસ્જિદ કમિટીના નુજુમુદ્દીને આ અંગે જણાવ્યું હતું કે, લગ્નની ભેટ રૂપે મસ્જિદ કમિટી તરફથી ક્ન્યા (દુલ્હન)ને 10 સોનાના સિક્કા અને 2લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. કન્યાના પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. એવામાં અંજુની માતાએ મસ્જિદ કમિટી પાસે મદદ માગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp