અમેરિકામાં મળ્યો બે માથા અને છ પગ ધરાવતો એક દુર્લભ કાચબો

PC: navbharattimes

અમેરિકામાં એક અજબ કાચબો મળી આવ્યો છે. આ કાચબાના છ પગ અને બે માથા છે. આ એક અત્યંત દુર્લભ જીવ છે. જેને હાલમાં જ શોધી કાઢવામાં આવ્યો છે. આ કાચબાને છ પગ અને બે માથા હોવાથી આકર્ષણનું કારણ બન્યો છે. કહેવામાં આવે છે કે આવી પ્રજાતિના કાચબ જૂજ જોવા મળે છે. આ કાચબો  હાલ વાઈલ્ડ લાઈફ સેન્ટરની અંદર સુરક્ષિત છે અને તેને ચિકિત્સકોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. આ પ્રકાર સ્થિતિને Bicephaly કહેવામાં આવે છે. આ નવજાત કાચબા એકબીજાથી જોડાયેલા છે. પરંતુ આ કાચબાઓનાં માથા અલગ-અલગ છે. પાણીમાં બંને માથા શ્વાસ લેવા માટે અલગ-અલગ ઉપર આવે છે અને દરેક માથું પોતાના ત્રણ પગના સેટને જૂદા-જૂદા નિયંત્રિત કરે છે.

આ કાચબાઓનો એક્સ-રે કરવામાં આવ્યો હતો. તેમાં જોવા મળ્યું કે કાચબાઓના ઉપરના કવચની નીચે બે અલગ-અલગ શરીર છે. આમ તેઓના દરેક અંગ પણ જૂદા છે. Pop Sci નામની સંસ્થાએ પોતાના રીપોર્ટમાં જણાવ્યું કે, આ કાચબાની પીઠની કરોડરજ્જૂ પણ અલગ છે. કેપ વાઈલ્ડની એક ફેસબૂક પોસ્ટમાં આ Bicephaly સ્થિતિ વિશે વર્ણન કરતા લખ્યું હતુ કે, આ એક દુર્લભ પ્રકાર છે. આ પ્રકારના કાચબાની સંખ્યા ખૂબ જ ઓછી છે. આ પ્રકારની સ્થિતિ ત્યારે જ સર્જાય છે જ્યારે કોઈ આનુવાંશિક કારણ જવાબદાર હોય અથવા તો પર્યાવરણ પણ આના માટે જવાબદાર હોઈ શકે છે.

કાચબાઓની આ જોડની શોધ, Barnstableના એક સંરક્ષિત નેસ્ટીંગ સાઈટથી પરથી કરવામાં આવી છે.ત્યારબાદ આ બંને દુર્લભ કાચબાની જોડીને હોસ્પિટલ પહોંચાડવામાં આવી. શરીરથી જોડાયેલાં છતાંયે અલગ અંગો ધરાવતા આ કાચબાઓ ચિકિત્સકો માટે એક શોધનો વિષય છે. આમ કાચબાના જોડા પર વધુ સંશોધન કરવા તેઓ ઘણાં જ ઉત્સુક છે. સેન્ટર પરના ડૉક્ટરોએ તેઓનું નામકરણ પણ કર્યું છે. એકનું નામ મેરી-કેટ(Mary-Kate) અને બીજાનું નામ એસ્લે (Ashley)

સેન્ટરમાં આવ્યા ત્યારે આ નવજાત કાચબાનું વજન 6.5 ગ્રામ હતું. હાલમાં તેઓનું વજન વધીને 9 ગ્રામ થઈ ચૂક્યું છે. ફેસબૂક પોસ્ટમાં આ સ્થિતિને આશ્ચર્યજનક એટલા માટે કહેવામાં આવી છે કારણ કે, આવી સ્થિતિમાં કાચબા લાંબુ જીવન જીવતા નથી. પરંતુ આ કાચબા બે અઠવાડિયાથી આ સેન્ટરમાં છે. આમા આ કાચબાઓએ ડૉક્ટરોમાં નવી આશા જગાડી છે. આ કાચબાઓનાં જોડકાનું સ્વાસ્થ્ય સતત સુઘાર પર છે. તેઓ ખાઈ રહ્યાં છે, તરી રહ્યાં છે. સતત તેઓનું વજન પણ વધી રહ્યું છે. આ બંને નવજાત કાચબાઓનાં મગજમાં ડોક્યું કરવુ તો શક્ય નથી. પરંતુ એવું લાગી રહ્યું છે કે, બંને જાણ સાથે મળીને પોતાનાં આસપાસનું વાતાવરણ નિયંત્રિત કરી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp