ઝેબ્રાનું એક ગધેડા સાથે હતું અફેર અને જૉન્કીને આપ્યો જન્મ, જુઓ વાયરલ Photo

PC: twimg.com

કુદરતના અમુક અજુબા એવા હોય છે કે જેના વિશે ક્યારેય તમે કલ્પના પણ ન કરી હોય કે પછી તેને તમે સમજી શકો. જોકે, ઘણીવાર એવું પણ બને છે કે લોકોને તે ખૂબ પસંદ આવે છે. સાથે જ જંગલોમાં રહેતા જાનવરો વિશે ઘણી બાબતો એવી હોય છે કે જેના વિશે તમે હજુ પણ ઘણું જાણી શક્યા નથી. વાત એ છે કે, અમે આ વાત એટલા માટે કરી રહ્યા છે કારણ કે સોશિયલ મીડિયા પર એક ઝેબ્રા અને તેના બાળકની તસવીર વાયરલ થઈ રહી છે. જોકે, આ તસવીરમાં એક ખાસ વાત એ છે કે, ઝેબ્રાના બાળકના માત્ર પગમાં જ સ્ટ્રાઈપ્સ છે.

આ તસવીરોને પૂર્વીય આફ્રીકાના કેન્યામાં સ્થિત શેલ્ડ્રિક વાઈલ્ડલાઈફ ટ્રસ્ટે તેમના ફેસબુક અને ટ્વીટર પેજ પર શેર કરી છે. આ તસવીરને શેર કરતા તેમણે લખ્યું છે કે, આ એક જૉન્કી એટલે કે ઝેબ્રા અને ડૉન્કીની હાઈબ્રિડ છે. આ પૂરી ઘટના અંગે જાણકારી આપતા ટ્રસ્ટે લખ્યું કે, ગયા વર્ષે મે મહિનામાં તાસાવો મોબાઈલ વેટનરી યૂનિટને KWS કમ્યૂનિટી વોર્ડનથી ફોન આવ્યો હતો. ત્યાંથી એક ઝેબ્રા Tsavo National Parkથી કન્યુનિટી બોર્ડિંગ પાર્કમાં ચાલ્યો ગયો હતો.

ટ્રસ્ટે કહ્યું કે, ત્યાં ઝેબ્રા સ્થાનિક મહિલાના જાનવરોના ઝુંડ સાથે રહેવા લાગ્યું અને તેને જ પોતાનું ઘર સમજવા લાગ્યું. આ સ્થિતિ ઘણાં અઠવાડિયા સુધી ચાલી અને પછી એક લોકલ મીડિયા દ્વારા આ સ્ટોરીને પ્રકાશિત કરવામાં આવી. ત્યારબાદ અમારી ટીમે ઝેબ્રાને સંરક્ષિત ક્ષેત્રમાં પહોંચાડી દીધું. પણ ત્યાં સુધીમાં ઝેબ્રા તેને જ પોતાનું ઘર માની બેઠો હતો અને તે કારણે અમે તેને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યું.

તેમણે કહ્યું કે, અમે તેને ચ્યૂલૂ નેશનલ પાર્કના કેન્જે એન્ટી પોચિંગ ટીમ બેસમાં મોકલી દીધું. ત્યાર બાદ ઝેબ્રા ત્યાં રહેવા લાગ્યું. તેના 1 વર્ષ બાદ ટીમે તે ઝેબ્રાને એક બાળક સાથે જોયું. સામાન્ય રીતે જ્યારે ઝેબ્રાના બાળક જન્મ લે છે તો તેમના શરીર પર બ્રાઉન અને સફેદ રંગના સ્ટ્રીપ હોય છે, જે સમયની સાથે કાળા થઈ જાય છે. જોકે, આ બાળકના પગ પર સ્ટ્રીપ હતા અને તેનો રંગ પણ ઝેબ્રા જેવો હતો નહીં. શરૂઆતમાં તો ટીમને લાગ્યું કે, કદાચ માટીમાં રમવાને કારણે બાળક પર માટી લાગી ગઈ હશે પણ ત્યાર બાદ જાણ થઈ કે, આ એક જૉન્કી છે. આ જૉન્કી ઝેબ્રા અને ડૉન્કીનું હાયબ્રિડ છે. જ્યારે માદા ઝેબ્રા સ્થાનિક મહિલાના જાનવરોના ઝુંડ સાથે રહેવા લાગ્યું ત્યારે એક ડોન્કી સાથે તેનું મિલન થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp