લોકડાઉન પછી RTO ખૂલ્યું ખરું, જાણો શું અને કેવા કામ થઇ રહ્યા છે

PC: Khabarchhe.com

સુરત આરટીઓ 72 દિવસ પછી ચાલુ થઈ પરંતુ પહેલા દિવસે જ તેમા હંગામો થયા હોવાની વાત સામે આવી છે. કારણ એ હતું કે આરટીઓ તરફથી એચએસઆરપી નંબર પ્લેટ માટેની જે અગાઉ અપોઈન્ટમેન્ટ લેવાય હતી તે લોકડાઉનને કારણે રદ થઈ હતી જેથી, તમામને આ અપોઈન્ટમેન્ટ રિ-શિડ્યુલ કરીને આવવા સેલફોન પર મેસેજ અપાયો હતો.

જોકે, આ મેસેજને નહીં સમજી શકેલા 300થી 400 લોકો બપોરે એક સાથે પહોંચી જતા સોશ્યલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડવા સાથે અવ્યવસ્થા સર્જાઈ હતી. જોકે, બાદમાં તમામ અરજદારોને સમજાવાયા હતા અને અપોઈન્ટમેન્ટ કેવી રીતે રિ-શિડ્યુલ કરાય તેની સમજ આપી રવાના કરાયા હતા. આજે 100 એચએસઆરપી નંબર પ્લેટ લગાવાય હતી. બીજી તરફ 500 જેટલા એજન્ટો પણ પોતપોતાના કામ માટે બહાર અડીંગો જમાવી બેસી જતા ત્યાં સોશ્યલ ડિસ્ટન્સિંગની ઐસીતૈસી જોવા મળી હતી. જે ઘાતક નીવડી શકે છે.

  • તમામ નિયમોનું પાલન કરી 300 અરજદારોને પ્રવેશ અપાયો

લાંબા સમય બાદ આરટીઓ ખુલતા અનેક અરજદારો વાહનોને લગતા ડોક્યુમેન્ટ બનાવવા માટે અહીં પહોંચ્યા હતા. જોકે, તમામ ગેટ બંધ કરી એક જ ગેટથી એન્ટ્રી આપવાનુ વલણ આરટીઓએ અપનાવ્યું હતું અને તે માટે સોશ્યલ ડિસટન્સનું પાલન થાય તે માટે ગેટ બહાર સર્વિસ રોડ પર એક એક મીટરના અંતરે રાઉન્ડ કરી તમામ અરજદારોને લાઈનમાં ઉભા રખાયા હતા.

જેમાં જેની ઓનલાઈન અપોઈન્ટમેન્ટ હતી તેઓને જ પ્રવેશ આપવામાં આવતો હતો. ઉદાહરણ તરીકે જેનો અપોઈન્ટમેન્ટનો સમય 12થી 1 નો હોય તેણે 15 મિનિટ પહેલા આવીને અંદર જવા માટે થર્મલ સ્કેનિંગ, સેનિટોઈઝેશન કરાવીને ડોક્યુમેન્ટ દેખાડીને અંદર જવા દેવામાં આવતા હતા. ઈન્ચાર્જ આરટીઓ દિપસંગ ચાવડાએ કહ્યું કે, એક દિવસમાં ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લેનારા 300 જેટલા અરજદારોના કામ કરાયા છે. જ્યારે 100 એચએસઆરપી લગાડાય છે અને હાલ તે મુજબ જ કામગીરી કરાશે.

-માત્ર મેમો અને પરમિટ માટે મેન્યુઅલી કામ

ઈન્ચાર્જ આરટીઓ દિપસંગ ચાવડાએ કહ્યું કે માત્ર વાહનોના દંડ માટેના મેમો અને વાહનની પરમિટ ઈશ્યુ કરવાનું કામ ઓનલાઈન ન થતુ હોવાથી તે મેન્યુઅલી કરવામાં ‌આવી રહ્યુ છે. જે માટે પ્રતેયક કલાકે 8થી 10 અરજદારોને અંદર જવા દેવામાં આવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp