47 વર્ષ બાદ મળી બંને બેન, 1973મા બંનેએ એકબીજાને છેલ્લીવાર જોયેલી

PC: google.co.in

ગયા અઠવાડિયે 101 વર્ષીય બહેન બન ચિયા અને 92 વર્ષીય ભાઇ પોતાની 98 વર્ષીય બન સેન સાથે મળી હતી. એ વખતે બંને બહેનો(બન ચિયા અને બન સેન)ની આંખો ભરાય આવી હતી. કેમ કે બંને 47 વર્ષ બાદ મળી રહી હતી. સમયે બંનેને એટલા દૂર કરી દીધા હતા કે બંનેને લાગતુ હતું કે તેમાંથી કોઇનું મૃત્યુ પણ થઇ ગયુ હશે. તેઓ છેલ્લીવાર એકબીજાને 1973માં મળ્યા હતા. કંબોડિયામાં પોલ પૉટના નેતૃત્વવાળી ખમેર રૂજ (કમ્બોડિયાની કમ્યુનિસ્ટ પાર્ટી) સત્તામાં આવ્યાના બરાબર બે વર્ષ પહેલા ખમેર રૂજના શાસનમાં (1975-1979)માં લગભગ 20 લાખ લોકોના મૃત્યુ થયા હતા.

બન સેનને ભાઇ-બહેન સાથે મળાવવા માટે સ્થાનિક NGO ‘ચિલ્ડ્રન ફંડે’ 2004માં પહેલ કરી હતી. NGOને બન સેનના ભાઇ-બહેન ગયા સપ્તાહે એક ગામમાં મળી આવ્યા હતા. વર્ષો બાદ આ ભાઇ-બહેનોની મુલાકાત સંભવ બની શકી હતી. રિપોર્ટ મુજબ પોલ પૉટના શાસનમાં બન સેને તેના પતિને ગુમાવ્યો હતો. ઘણાં સમય સુધી તેણે પેટ ભરવા કચરો વીણ્યો. આ સિવાય તેણે લાંબા સમય સુધી પાડોશીઓના બાળકો પણ રાખ્યા હતા. તે કહે છે કે, ‘મેં ઘણા સમય પહેલા ગામ છોડી દીધુ હતું. બીજીવાર ફરીને પણ ગામ તરફ નથી જોયું. મને લાગતું હતું કે, મારા ભાઇ-બહેનનું મૃત્યુ થઇ ગયુ હશે.

બન સેન તેની મોટી બહેનને મળીને ખૂબ જ ખુશ છે તે કહે છે કે, ‘આ પહેલીવાર છે જ્યારે મારા ભાઇએ મારો હાથ પકડ્યો છે. એ પળે બન સેન એટલી બધી ખુશ થઇ હતી કે તેની આંખો ખુશીના આંસુઓથી ભીની થઇ ગઇ હતી. તો બન ચિયાના પતિને પણ ખમેર રૂજના સમયમાં મારી નાખવામાં આવ્યો હતો. તે 12 બાળકો સાથે વિધવાની જેમ જીવી રહી હતી. તેને પણ લાગતું હતું કે તેની નાની બહેનનું મૃત્યુ થઇ ગયુ હશે. તે કહે છે કે, ‘અમારા 13 પરિવારજનોને પોલ પૉટમાં મારી નાંખવામાં આવ્યા. અમને લાગ્યુ કે બન સેનને પણ તેમની સાથે મારી નાંખવામાં આવી હશે. હવે બંને બહેનો એકબીજા સાથે વધારેમાં વધારે સમય વિતાવી રહી છે. બન ચિયા કહે છે કે, ‘અમે એ બાબતે વાત કરતા હતા. પરંતુ અમે ક્યારેય વિચાર્યુ નહોતુ કે અમે એકબીજાને બીજીવાર મળી શકીશું.

તાનાશાહ પોલ પૉટ અને તેની સેનાએ વર્ષ 1975માં કંબોડિયાની સત્તા સંભાળી હતી. વર્ષ 1976માં નવી કમ્યુનિસ્ટ સરકારમાં પોલ પૉટ વડાપ્રધાન બન્યા. પોલ પૉટના કાર્યકાળને ‘ખમેર રૂઝ’ નામે ઓળખવામાં આવતો હતો. કંબોડિયામાં ખમેર રૂઝનું શાસન 4 વર્ષ ચાલ્યુ. એ દરમિયાન ત્યાં થયેલી હત્યાઓને 20મી સદીનો સૌથી મોટો નરસંહાર માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp