એક એવી કંપની જ્યાં કર્મચારીઓ પોતે જ નક્કી કરે છે પોતાનો પગાર

PC: newsapi.com

એક એવી પણ કંપની છે કે જ્યાં તેના કર્મચારીઓ પોતે જ પોતાનો પગાર નક્કી કરે છે. પોતાનો પગાર નક્કી કરવાની પરવાનગી કંપની પોતે જ પોતાના કર્મચારીઓને આપે છે. આ કંપનીનું નામ છે, GrantTree. આ કંપની બિઝનેસ કંપનીઓને સરકારી ફંડ અપાવવામાં મદદ કરે છે. આ કંપનીમાં કામ કરનારી એક મહિલાએ કહ્યું હતું કે, મેં પોતે જ મારો પગાર 27 લાખ રૂપિયાથી વધારીને 33 લાખ રૂપિયા વાર્ષિક કરી લીધો છે.

બીબીસીના એક રિપોર્ટ મુજબ, GrantTreeમાં કામ કરનારી 25 વર્ષીય સીસિલિઆ મંડુકાએ કહ્યું કે, પોતાનો પગાર લગભગ 6 લાખ રૂપિયા વાર્ષિક વધારવાને લઈને હું દુવિધામાં હતી. વાત એમ છે કે, જો તમારે પોતાનો પગાર વધારવો હોય તો તેની ચર્ચા સ્ટાફ જોડે કરવાની હોય છે.

સીસિલિઆ કહે છે, મને ખબર હતી કે મારુ કામ બદલાઈ ગયું છે અને ટાર્ગેટથી હું આગળ વધી ગઈ હતી. જ્યારે મેં મારા કલીગ જોડે વાત કરી તો તેમણે પણ મારું સમર્થન કર્યું કે, મારો પગાર વધારવો જોઈએ.

GrantTree કંપનીમાં લગભગ 45 લોકો કામ કરે છે. દરેક સ્ટાફ પોતે જ પોતાનો પગાર નક્કી કરે છે અને જ્યારે તેમને લાગે ત્યારે તેઓ તેમના પગારમાં ફેરફાર કરી શકે છે. જોકે પગાર વધારવા પહેલા સ્ટાફ એ જોય છે કે, તેમના જેવું કામ કરનારા લોકોને અન્ય કંપનીઓ કેટલો પગાર આપે છે.

સ્ટાફ પગાર વધારવા પહેલા એ વાતનો પણ વિચાર કરે છે કે, તેમણે પોતે કેટલી વૃદ્ધિ કરી છે અને કંપની વધારેમાં વધારે કેટલું અફોર્ડ કરી શકે છે. ત્યાર પછી જ સ્ટાફ પગાર વધારાનું પ્રપોઝલ મૂકે છે. પછી અન્ય સ્ટાફ તેને રિવ્યૂ કરે છે. જોકે, કલીગ હા કે ના નથી પાડતા, બલ્કે તેઓ પ્રસ્તાવમાં પોતાનો ફીડબેક આપે છે, ફીડબેક પછી કર્મચારી પોતાનો પગાર જાતે જ નક્કી કરી લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp