રેસ્ટોરાંના સાંભારમાંથી નીકળી મરી ગયેલી ગરોળી

PC: indiatv.in
દિલ્હીના કનોટ પ્લેસ વિસ્તારમાં આવેલા સાઉથ ઇન્ડિયન વાનગી માટે જાણીતા સરવણ ભવન રેસ્ટોરાંમાંથી એક ગ્રાહકના સાંભારમાંથી મૃત ગરોળી મળી આવતા હોબાળો મચી ગયો છે. દિલ્હી પોલીસે રેસ્ટોરાં સામે કેસ નોંધી કાયદેસરના પગલાં ભર્યા છે. આ કેસમાં પોલીસે સોમવારે જણાવ્યું કે, પંકજ અગ્રવાલની ફરિયાદને આધારે પગલાં લેવાયા છે. 
 
તેઓ સરવણ ભવન નિયમિત ગ્રાહક છે. ગત શનિવારે તેઓ પોતાના મિત્ર સાથે ત્યાં જામવા માટે ગયા હતા. તેમને ઢોસા અને સાંભારનો ઓર્ડર કર્યો હતો. જ્યારે તેઓ જમી રહ્યા હતા ત્યારે સાંભારની વાટકીમાંથી મરી ગયેલી ગરોળી મળી હતી. મોબાઈલમાં એનો ફોટો પાડી લેવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે, હું ઢોસો ખાઈ ચુક્યો હતો અને સાંભાર પી રહ્યો હતો. ત્યારે મરી ગયેલી ગરોળી પર નજર પડી. જેનો અડધો ભાગ ગાયબ હતો. ચાંદની ચોક વિસ્તારમાં રહેતા અગ્રવાલે કહ્યું કે,મેં ત્યાં રહેલા કર્મચારીને તાત્કાલિક આ અંગે જાણ કરી. તેમણે આ અંગે માફી પણ માગી લીધી છે.
 
રેસ્ટોરાં સંચાલકે ખાતરી આપી કે, બીજી વખત આવું નહીં થાય. તેમણે ઉમેર્યું કે, રેસ્ટોરાંમાં મોટી સંખ્યામાં લોકો આવે છે. તેથી રેસ્ટોરાંમાં ચોખ્ખાઈ કેવી રાખવામાં આવે છે. એ મુદ્દો લોકો સામે રજૂ કરવા માંગતો હતો. તેથી જ મેં પોલીસનો સંપર્ક કર્યો છે. આ મુદ્દે જ્યારે રેસ્ટોરાંને ફોન કરવામાં આવ્યો ત્યારે એણે કોઈ ફોનનો જવાબ આપ્યો નથી.
 
નવી દિલ્હી નગર પાલિકા અધિકારીએ જણાવ્યું કે, NDMCના આરોગ્ય માટેના લાયસન્સ અંતર્ગત તપાસ કરવામાં આવી રહી છે. પણ હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. ભૂલ મળી આવતા રેસ્ટોરાંને કારણદર્શક નોટિસ ફટકારાશે. આ અંગે રેસ્ટોરાંની પ્રતિક્રિયા જાણવા ફોન કરાયા ત્યારે એણે કોઈ જવાબ નથી આપ્યો. પોલીસે cctv ફૂટેજ અને લાયસન્સ તેમજ સાંભારમાં ઉપયોગી સામગ્રી મંગાવી છે. આ સાથે તપાસ પણ શરૂ કરી છે. આ મામલો સોશિયલ મીડિયામાં પણ ચર્ચામાં રહ્યો હતો. આ ફોટો પણ શેર થઈ રહ્યો છે. દિલ્હી પોલીસની ટીમે આ કેસમાં ઘટના સ્થળની પણ તપાસ કરી હતી. જોકે, મામલો દિલ્હીના આરોગ્ય ખાતા સુધી ગયો છે. આરોગ્ય અધિકારીએ પણ તપાસના આદેશ આપ્યા છે.
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp