કેરી ખાવા હાથી કાળજીપૂર્વક 4 ફૂટની દિવાલ ઓળંગી ગયો, જુઓ વીડિયો

PC: 9gag.com

ઝામ્બિયાના એક નેશનલ પાર્કમાં હાથી ગણતરી કરી રહ્યો હતો કે કઈ રીતે 4 ફૂટની દિવાલને ઓળંગીને બીજી બાજુ પહોંચી શકાય. આ નેશનલ પાર્કના એક કેમ્પના જનરલ મેનેજર ઈઆને હાથીના દિવાલ ઓળંગવાની ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી હતી.

ઈઆને જોયું કે, હાથી કેટલી કાળજીપૂર્વક માણસની જેમ જ દિવાલ ઓળંગવાની કોશિશ કરી રહ્યો છે. હાથી દિવાલ ઓળંગવામાં સફળ થાય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે, હાથીએ આવું એટલા માટે કર્યું કારણ કે તેણે કેરી ખાવી હતી. હાથી નેશનલ પાર્કમાં આવેલા કેમ્પમાં ફર્યા જ કરતા હોય છે. પણ આ હાથીને ભૂખ લાગી હતી, માટે તે કેમ્પમાં લગાવેલા કેરીના ઝાડ પરથી કેરી ખાવા માટે આવ્યો હતો.

હાથી કાળજીપૂર્વક દિવાલને ઓળંગી લે છે, અને કેરી ખાવા માટે આમ તેમ ઝાડ પર તેની શોધ કરે છે. પણ કેરી નહિ મળતા તે ત્યાં ઘાંસ ખાઈ છે. ઘાંસ ખાધા પછી હાથી એવી જ રીતે પરત જાય છે જેમ તે આવ્યો હતો. તે ફરી દિવાલ ઓળંગીને જતો રહે છે.

સામાન્ય રીતે કદાવર હાથીને આ રીતે દિવાલ ઓળંગતા જોવું આશ્ચર્યની વાત છે. પણ આ હાથી સરળતાથી અને કાળજીપૂર્વક ઊંચી દિવાલને ઓળંગી લે છે.

હાથીનું આ રીતે ઊંચી દિવાલ ઓળંગવું સામાન્ય વાત નથી. કારણ કે તે હાથીના સ્વભાવથી એકદમ વિપરિત છે. હાથી કઈ રીતે તેના 4 પગોને કોઓર્ડિનેટ કરી દિવાલ કૂદે છે એ નોખી ઘટના છે. કારણ કે હાથી ઘણું કદાવર પ્રાણી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp