નદીમાં તરવા ગઈ હતી છોકરી, શરીરમાં ઘૂસ્યું મગજ ખાનારું જીવડું

PC: nbcnews.com

10 વર્ષની છોકરી નદીમાં તરવા માટે ગઈ હતી, પણ તે દરમ્યાન એ મગજ ખાનારા પેરાસાઈટથી સંક્રમિત થઈ ગઈ હતી. આ મામલો અમેરિકાના ટેક્સાસનો છે. પીડિત લીલિ એવંત હોસ્પિટલમાં જિંદગી અને મોતની વચ્ચે ઝઝૂમી રહી છે.

લીલિ બ્રેજોસ નામની છોકરી નદીમાં તરવા માટે ગઈ હતી. તેની તબિયત ખરાબ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમ્યાન લીલિ કોમામાં ચાલી ગઈ હતી.

એવું માનવામાં આવી રહ્યું છે કે, બાળકી રેર Naegleria fowleri પેરાસાઈટથી સંક્રમિત થઈ ગઈ હતી. આ એક એવું પેરાસાઈટ હોય છે જે મગજના ટિશ્યૂને ખરાબ કરી નાખે છે. નાક દ્વારા શરીરમાં દાખલ થયા પછી તે વધારે ખતરનાક બની જાય છે. પેરાસાઈટ છોકરીના મગજમાં ઘૂસી ગયું હતું, જેને કારણે તે કોમામાં ચાલી ગઈ હતી. તે જીવશે કે નહી તે બાબતે હજુ સુધી ડોક્ટરો અનિશ્ચિત છે. બાળકીની હાલત ક્રિટીકલ છે. કોમામાંથી તે જલ્દીથી બહાર આવી જાય એવી પ્રાર્થના તેના માતા-પિતા કરી રહ્યા છે.

એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે, તે દિવસે નદીમાં 40 જેટલા લોકો તરવા માટે ગયા હતા, પરંતુ લીલિ ખતરનાક બેક્ટેરિયાનો શિકાર થઈ ગઈ હતી. આ બેક્ટેરિયા મગજના ટિશ્યૂને ધીમે ધીમે ખાવા માંડે છે, જેથી મગજ કામ કરતું બંધ થઈ જાય છે. તેનું સંક્રમણ આખા મગજમાં થવા લાગે છે.

લીલિના પિતા જોન ક્રોસને કહ્યું કે, તેમને આશા છે તે લીલિ ઝડપથી રિકવર કરી લેશે. તે એક ફાઈટર છે અને તેનું મનોબળ ઘણું મજબૂત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp