મહિનામાં માત્ર બે વખત સ્નાન કરે છે, ગર્લફ્રેન્ડની હકીકત જાણીને છોકરો હેરાન

PC: runnersworld.com

એક છોકરાએ સોશિયલ મીડિયા પર પોતાની ગર્લફ્રેન્ડ બાબતે અજીબોગરીબ વાત કહી છે. છોકરાએ કહ્યું કે તેની ગર્લફ્રેન્ડ દર બે અઠવાડિયામાં માત્ર એક વખતે સ્નાન કરે છે જેના કારણે તેના શરીરમાંથી દુર્ગંધ આવતી રહે છે. મજબૂરીમાં તેને સોફા પર એકલાએ સૂવું પડે છે. ચાલો તો જાણીએ આ આર્ટિકલમાં કે છોકરાએ વધુ શું શું કહ્યું.

મિરર યુ.કે.ના રિપોર્ટ મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Reddit પર એક છોકરાએ પોતાની ગર્લફ્રેન્ડને લઈને કેટલાક ખુલાસા કર્યા છે જોકે છોકરાએ પોતાની ઓળખ ગુપ્ત રાખી છે. તેણે જણાવ્યું કે તેની ગર્લફ્રેન્ડથી એટલી બધી દુર્ગંધ આવે છે કે તેણે એકલાએ જ સોફા પર સૂવું પડે છે. છોકરાએ જણાવ્યું કે તેની ગર્લફ્રેન્ડ 15 દિવસમાં એક વખતે સ્નાન કરે છે એટલે કે મહિનામાં બે વખતે સ્નાન કરે છે. આ કારણે તેના શરીરમાંથી ખૂબ દુર્ગંધ આવે છે જેને તે સહન કરી શકતો નથી.

Reddit પર આ કહાની શેર કરનાર યુવકે પોતાના નામનો ખુલાસો કર્યો નથી પરંતુ તેણે જણાવ્યું કે તે ગર્લફ્રેન્ડ સાથે 3 વર્ષથી રિલેશનશીપમાં છે. શરૂઆતમાં એ બંને અલગ અલગ રહેતા હતા પરંતુ જ્યારે તેમણે સાથે રહેવાનો નિર્ણય લીધો તો છોકરો ગર્લફ્રેન્ડની ટેવ જોઈને હેરાન રહી ગયો હતો. છોકરાએ કહ્યું કે હું તેને પ્રેમ કરું છું પરંતુ મને ખબર નહોતી કે તે કેટલા દિવસ સુધી સ્નાન પણ નથી કરતી. તે દર બીજા અઠવાડિયામાં એક વખતે સ્નાન કરે છે.

છોકરાએ જણાવ્યું કે જ્યારે તેણે આ મુદ્દા પર ગર્લફ્રેન્ડ સાથે વાત કરી તો તે નારાજ થઈ ગઈ. ત્યારબાદ ઘણા દિવસો સુધી એકબીજાએ આંખ સુદ્ધાં ન મળાવી. બીજી તરફ છોકરાની Reddit પોસ્ટ પર ઘણા યુઝર્સે કમેન્ટ કરી છે. કોઇકે બ્રેકઅપની સલાહ આપી, તો કોઇકે ગર્લફ્રેન્ડને સમજાવવાની સલાહ આપી. ઉલ્લાખનીય છે કે 83 વર્ષીય ઇરાની અમૌ હાજી દુનિયાની સૌથી ગંદી વ્યક્તિ કહેવામાં આવે છે કેમ કે હાજીએ 65 વર્ષથી સ્નાન કર્યું નથી. બિઝનેસ ટૂડેના રિપોર્ટ મુજબ તે પાણીથી ડરે છે એટલે તે સ્નાન કરવાથી દૂર રહે છે. તેનું માનવું છે કે સ્નાન કરશે તો બીમાર પડી જશે. આ ડરથી તેણે છેલ્લા છ દશકથી સ્નાન કર્યું નથી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp