પેલેસમાંથી ચોરી થયું 35 કરોડનું સોનાનું ટૉયલેટ

PC: channelnewsasia.com

આર્ટ પ્રદર્શનમાં મૂકવામાં આવેલું ગોલ્ડ ટૉયલેટ બ્રિટેનના પૂર્વ પ્રધાનમંત્રી ચર્ચિલના જન્મસ્થળ બ્લેનહિમ પેલેસમાંથી ચોરી થઈ ગયું હતું. આ ટૉયલેટની કિંમત 1.25 મિલિયન ડૉલર એટલે કે 35 કરોડની હતી.આ ટૉયલેટને ઈટલીના એક કલાકાર Maurizio Cattelan એ બનાવેલું. તેને બે દિવસ પહેલા જ લંડનના બ્લેનહિમ પેલેસમાં લાવવામાં આવ્યું હતું.

ચોરી અંગે પોલીસનું કહેવું છે કે, ચોરી કરવા માટે ચોરોએ બે વાહનોનો ઉપયોગ કર્યો હતો. કારણ કે તે બિલ્ડિંગની ટૉયલેટ પાઈપલાઈનથી જોડાયેલું હતું. ચોરી પછી બિલ્ડિંગમાં પાણી ફેલાઈ ગયુ હતું.

આ મામલામાં 66 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરી છે. ચોરી સવારે 4.50 વાગ્યે કરવામાં આવી હતી. મામલામાં CCTV ફુટેજની તપાસ ચાલી રહી છે. પ્રદર્શનમાં જો લોકોએ આ ટૉયલેટનો ઉપયોગ કરવો હોય તો તેના માટે તેમણે 3 મિનિટની અપોઈનમેન્ટ લેવાની હતી. આને બનાવનાર આર્ટિસ્ટે કટાક્ષમાં કહેલું કે, તમે 200 ડૉલરનું જમો કે 2 ડૉલરનું હોટ ડોગ સબ ખરીદશો જવાનું તો તે ટૉયલેટમાં જ છે. ગયા વર્ષે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્નીને આ ટોયલેટ ઉધાર આપવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp