વેસ્ટ પડેલી ગ્લુકોઝની બોટલથી ડ્રિપ સિસ્ટમથી ખેડૂતે કરી ખેતી, કમાણી લાખોમાં

PC: indiatimes.in

‘મન હોય તો માળવે જવાય’ એ કહેવત તો તમે સાંભળી જ હશે. મન હોય તો બધુ જ કરી શકાય છે. પોતે ધારેલું કરવા ઘણા લોકો ભરપૂર પ્રયત્નો કરતા હોય છે અને તેઓ સફળ પણ થતા હોય છે. કેટલાક લોકોને આપણે જોઈએ છીએ કે, તેઓ વેસ્ટમાંથી બેસ્ટ બનાવી દેતા હોય છે અને તે દેખાવમાં પણ સુંદર હોય છે. મધ્ય પ્રદેશમાં એક ખેડૂતે વેસ્ટ ગ્લુકોઝની બોટલોનો બેસ્ટ ઉપયોગ કરીને પોતાની ખેતીમાં ઉપયોગ કર્યો અને તે વરસાદ આધારિત ખેતીમાં બધી સિઝનમાં જ સારો પાક લેતો થઈ ગયો. તે હવે ખેતીમાં સારી આવક મેળવી રહ્યો છે.

ભારત કૃષિ પ્રધાન દેશ છે અને અત્યારે પણ લોકોની પ્રાથમિક આવક ખેતમાંથી આવે છે. મોટાભાગની જગ્યાએ ઓછો વરસાદ અને ઘણી જૂની ટેકનિકનો ઉપયોગ કરવાથી ખેડૂતને તેની મહેનતનું ફળ મળી શકતું નથી. મોટાભાગના ખેડૂતોએ ઉપલબ્ધતાના અભાવના કારણે નુકસાન ઉઠાવવું પડે છે. કંઈક એવું જ મધ્ય પ્રદેશના આદિવાસી બહુધા વસ્તી ધરાવતા ઝાબુઆ જિલ્લામાં થયું હતું. અહીં પહાડી આદિવાસી વિસ્તારમાં ખેતી કરવી મુશ્કેલ હતી. અહીં માટીની સપાટી અને મુખ્યત: વરસાદના પાણીના આધારે ખેતી થતી હોવાના કારણે તેમનો પાક ઓછો થતો હતો. રમેશ બારિયા નામનો એક ખેડૂત તેનાથી નિરાશ હતો અને એ પડકારો વચ્ચે સારા ઉત્પાદન સાથે ખેતી કરવાની ઈચ્છા રાખતો હતો.

તેણે વર્ષ 2009-10માં રાષ્ટ્રીય કૃષિ નવાચાર યોજના (NAIP) KVK વૈજ્ઞાનિકોનો સંપર્ક કર્યો અને તેમના ગાઈડન્સમાં શિયાળા અને વરસાદના વાતાવરણમાં જમીનના એક નાનકડા ટુકડામાં શાકભાજીની ખેતી શરૂ કરી. આ ખેતી એ પ્રકારની જમીન માટે એકદમ ઉચિત હતી. અહીં તેણે કારેલા, દૂધી ઉગાડવાની શરૂઆત કરી. જલ્દી જ તેણે એક નાનકડી નર્સરીની સ્થાપના કરી. જોકે શરૂઆતી વિકાસ ચરણ દરમિયાન તેણે વરસાદ મોડો પડવાના કારણે ભારે અભાવનો અનુભવ કર્યો. એ જોતા તેનો પાક ખરાબ થઈ શકતો હતો. રમેશ બારીયાએ NAIPની ફરી મદદ માંગી. ત્યાંના વિશેષજ્ઞોએ સૂચન કર્યું કે વેસ્ટ ગ્લુકોઝની બોટલોની મદદથી એક સિંચાઈ ટેક્નિક અપનાવે. તો તેણે 20 રૂપિયા પ્રતિ કિલોગ્રામે ગ્લુકોઝની બોટલો ખરીદી અને તેનો ઉપયોગ કર્યો અને પાણી માટે ઇનલેટ બનાવવા માટે ઉપરના અડધા ભાગને કાપી નાંખ્યો. ત્યારબાદ તેણે આ છોડવાઓ નજીક બોટલો લટકાવી દીધી.

તેણે આ બોટલોમાંથી ટીપા ટીપાનો એક સ્થિર પ્રવાહ બનાવ્યો. તેણે પોતાના બાળકોને બધી બોટલોને સવારે શાળાએ જતા પહેલા ફરીથી ભરવા કહ્યું. બસ આટલી જ ટેકનિકથી તે સિઝન સમાપ્ત થયા બાદ 0.1 હેક્ટર જમીનમાં 15,200 રૂપિયાનો લાભ મેળવી રહ્યો છે. આ ટેક્નિક એટલી સક્ષમ હતી કે તે પોતાના છોડવાઓને સુકાવાથી બચાવી શકતી હતી અને તેનાથી પાણીનો વેડફાટ પણ નહોતો થતો અને આ બધો ખર્ચ અસરકારક રીતે થતો હતો. તે સિવાય, તેણે વેસ્ટ ગ્લુકોઝની બોટલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા માટે નાંખી દીધી જે, અન્યથા મેડિકલ કચરાના ઢગમાં સડવા માટે હંમેશાં જતી રહેતી. તે રીત ગામના બીજા ખેડૂતોએ પણ અપનાવી. આને પગલે રમેશ બારિયાને જિલ્લા પ્રશાસન અને મધ્ય પ્રદેશ સરકારના કૃષિ મંત્રીના સરાહના પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp