આ છે કેરળની અનોખી રિક્શા, પહેલા હાથ ધુઓ અને પછી રિક્શામાં બેસો, જુઓ વીડિયો

PC: twitter.com/hvgoenka

કોરોના વાયરસે આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. કોરોના વાયરસના કહેરને પગલે ભારતમાં પણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. 4 લોકડાઉનના 60 દિવસ કરતા વધુ સમય બધુ બંધ રાખ્યા બાદ હવે લોકડાઉન 5.0માં ધીમે-ધીમે બધું ખોલવામાં આવી રહ્યું છે, જેથી દેશની આર્થિક સ્થિતિને પાટા પર લાવી શકાય. આવામાં હવે કોરોનાથી બચવાની તકેદારી આપણે જ રાખવી પડશે. આથી, જ્યારે પણ તમે ઘરમાંથી બહાર નીકળો ત્યારે માસ્ક અવશ્ય પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો, આલ્કોહોલયુક્ત સેનિટાઈઝરથી હાથ સાફ કરતા રહો અથવા સમય-સમય પર સાબુ વડે હાથ ધોતા રહો.

દરમિયાન લોકો કોરોના વાયરસથી બચવા માટે અવનવી રીતો શોધી રહ્યા છે. આમ તો હાથ ધોવાના મહત્ત્વ પર પહેલાથી જ ભાર આપવામાં આવ્યો છે. પરંતુ જ્યારથી કોરોના વાયરસે દુનિયામાં દસ્તક આપી છે, ત્યારથી તેનું મહત્ત્વ વધુ વધી ગયું છે. WHO દુનિયાભરની સરકાર, ટીવી પર જાહેરાત, મોટી-મોટી હસ્તીઓ દરેક વ્યક્તિ લોકોને એક જ અપીલ કરી રહી છે કે, ઘરમાં રહો સુરક્ષિત રહો અને સમય-સમય પર પોતાના હાથ ધોતા રહો.

અત્યારસુધીમાં તો તમને પણ હાથ ધોવાની આદત પડી જ ગઈ હશે. જો આટલું બોલ્યા બાદ પણ તમે નહીં સુધરશો તો જરા કેરળના આ ઓટો રિક્શાવાળા પાસેથી કંઈક શીખ લો. કેરળના આ વ્યક્તિએ પોતાની ઓટો રિક્શામાં જ એક નળ અને હેન્ડ વોશ લગાવી રાખ્યું છે. તેણે એક PVC પાઈપમાં જ નળ જોડી રાખ્યો છે. ઓટોમાં બેસતા પહેલા તે દરેક પ્રવાસીને હાથ ધોવા માટે કહે છે.

આ વીડિયોને બિઝનેસમેન હર્ષ ગોયન્કાએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોને પહેલા TikTok પર શેર કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 1 લાખ કરતા પણ વધુ લોકોએ જોયો. હવે આ વીડિયો ટ્વીટર પર વાયરલ થઈ રહ્યો છે. ઘણા બધા લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો આ વીડિયો પર ઓટો રિક્શાવાળાના વખાણ કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકોએ ફેસ માસ્ક યોગ્યરીતે ન પહેરવા અંગે પણ સવાલ ઊભા કર્યા છે.

જે હોય તે પણ આ ઓટો રિક્શા ચાલકનો આ પ્રયાસ સરાહનીય છે અને અન્ય લોકોએ પણ તેની પાસેથી શીખીને કોરોનાથી પોતાને બચવા માટેની તકેદારી રાખવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp