ન્યૂઝીલેન્ડથી ભારત આવી પાળતૂ શ્વાનનું કર્યુ અસ્થી વિસર્જન અને તર્પણ, ભંડારો કરશે

PC: cloudfront.net

ભારતીય સંસ્કૃતિની માન્યતાઓ અનુસાર લોકો તેમના પૂર્વજોને સન્માન આપવા માટે ધાર્મિક કર્મકાંડ કરે છે. આ દરમિયાન પિતૃને તર્પણ કરવાની પરંપરાનું પણ પાલન કરવામાં આવે છે. પણ ન્યૂઝીલેન્ડમાં રહેનારા બિહારના એક વ્યક્તિએ તેના પાળતૂ શ્વાનની મોત બાદ જે કર્યું, તે પશુ પ્રેમનું અદ્ભૂત ઉદાહરણ છે. બિહારના પૂર્ણિયામાં રહેનારા પ્રમોદ ચૌહાણે તેના પાળતૂ શ્વાનની મોત બાદ તેનું અંતિમ સંસ્કાર તો ન્યૂઝીલેન્ડમાં કર્યું જ પણ ત્યાર બાદ પટના આવીને ગંગામાં અસ્થિ વિસર્જન કર્યું. એટલું જ નહીં પ્રમોદે ગયા જઈને પોતાના શ્વાન માટે તર્પણ પણ કર્યું. પ્રમોદ તર્પણના 30 દિવસ બાદ ભંડારો પણ કરવા જઈ રહ્યા છે.

10 વર્ષ સુધી લાઈકન સાથે રહ્યોઃ

બિહારના પૂર્ણિયાના મધુબની મોહલ્લાના નિવાસી પ્રોમદ ચૌહાણ લાંબા સમયથી ન્યૂઝીલેન્ડમાં રહે છે. જ્યાં તેમને એક શ્વાનને પણ પાળ્યો હતો. તેનું નામ લાઈકન હતું. પણ 10 વર્ષ પછી લાઈકનની મોત થઈ ગઈ. તેમના પરિવારનો સભ્ય રહેલા લાઈકનની યાદમાં હિન્દુ રીતિ રિવાજોની સાથે તેની અસ્થિને ગંગામાં વિસર્જિત કરવામાં આવી. ત્યાર બાદ તેઓ ગયા પહોંચ્યા અને લાઈકનનું પિંડદાન અને શ્રાદ્ધ કર્યું.

Indian comes from New Zealand to immerse dog's ashes in Ganga, performs last rites

માણસાઈને લોકો સલામ કરી રહ્યા છેઃ

પ્રમોદ ચૌહાણના આ પશુ પ્રેમથી લોકો ઘણાં પ્રસન્ન છે. લોકો પ્રોમદની આ માણસાઈને સલામ કરી રહ્યા છે. સ્થાનિક લોકોનું માનવું છે કે, પ્રોમદે પશુ પ્રેમનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે. તેમના સંબંધીઓ અને મિત્રો તેને અદ્ભૂત ગણાવી રહ્યા છે. તો અમુક લોકો તેને માનવતા માટે પ્રેરિત પણ ગણાવી રહ્યા છે.

30 દિવસ પછી ભંડારો કરશેઃ
પ્રમોદ ચૌહાણ હવે શ્રાદ્ધના 30 દિવસ પછી તેના શ્વાન માટે ભંડારાનું પણ આયોજન કરશે. તે પોતાના પરિવારના સભ્યો અને સગા સંબંધનીઓની સાથે ભંડારો યોજશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp