એક નાની ભૂલ અને લોટરીમાં 14.7 કરોડ જીતી ગયો વ્યક્તિ

PC: drewreportsnews.com

‘ઉપર વાલા જબ ભી દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ’ આ કહેવત તો તમે સાંભળી જ હશે. આ કહેવત એ સમયે કહેવામાં આવે છે જ્યારે આપણે ન ધારેલું હોય એ આપણને જિંદગીમાં મળી જાય. આપણે કોઈ પણ વસ્તુ કે જેને મનમાં વિચારી પણ નહીં હોય તે આપણને  મળી જાય તો આપણે એમ પણ કહી છીએ કે એ તો નસીબની વાત છે અથવા એ તો ભગવાનની કૃપા છે એમ કહીને ભગવાન કે નસીબ પર છોડી દઈએ છીએ. આવી જ એક ઘટના બની છે અમેરિકાના એક શખ્સ સાથે. તેણે  લોટરી ખરીદતા એક ભૂલ કરી નાખી, પરંતુ એ ભૂલના કારણે જ તેણે કરોડો રૂપિયા જીતી લીધા.

અમેરિકામાં મિશિગનમાં એક શખ્સને તેની નાનકડી ભૂલના કારણે કરોડો રૂપિયાની લોટરી લાગી ગઈ. રિપોર્ટ્સ મુજબ, સમીર મજહેમ નામના આ 56 વર્ષીય શખ્સે લોટરીની ટિકિટ ખરીદતા સમયે ભૂલ કરી દીધી હતી, પરંતુ તેના કારણે તેનો 20 લાખ ડોલર (ભારતીય ચલણના લગભગ 14.7 કરોડ રૂપિયા)નો જેકપોટ લાગી ગયો. આ બાબતે જણાવતા સમીરે કહ્યું કે, તેણે ભૂલથી એક જ નંબરની બે ટિકિટ ખરીદી લીધી હતી. સમીરે કહ્યું કે, મેં મારા ફેમિલીના લોકોના બર્થડેના નંબર્સનો ઉપયોગ કરતા ઓનલાઇન ટિકિટ ખરીદી હતી.

સમીરે આગળ કહ્યું કે, ‘ટિકિટ ખરીદ્યા બાદ મેં એ નંબરને પોતાની ફેવરિટ બનાવીને સેવ કરી લીધી. એ સમયે મેં ધ્યાન ન આપ્યું કે એમ કરવા પર મારી પાસે એક જ નંબર સેટની બે લોટરીની ટિકિટ થઈ જશે. તેણે કહ્યું કે, ફરી એકવાર એજ નંબરની લોટરી ટિકિટ ખરીદી અને જ્યારે મારું ધ્યાન તેના પર ગયું તો પોતાની ભૂલ પર થોડો ગુસ્સો આવ્યો. જોકે થોડીવાર પછી બઘુ નોર્મલ થઈ ગયું અને હું એ બાબતે ભૂલી ગયો. એ પછી મારી ભૂલ એક નસીબમાં બદલાઈ ગઈ અને 01-05-09-10-23નો ડ્રો રમતા મને દરેક ટિકિટ પર 10-10 લાખ ડોલરનું ઇનામ મળ્યું.

સમીરે કહ્યું કે, અત્યારે થોડા જ દિવસો પહેલા તેણે ફરી એકવાર એપમાં લૉગ ઇન કર્યું તો જોયું કે, તેના નામ પર 10-10 લાખ ડોલરના 2 ઇનામ પડ્યા છે. પહેલા તો મને વિશ્વાસ જ ન થયો. એ માનવા માટે દિવસો લાગી ગયા કે હકીકતમાં મેં આટલી મોટી રકમ જીતી છે અને તે પણ પોતાની એક ભૂલના કારણે. તેણે કહ્યું કે, તે આ પૈસાઓથી એક નવું ઘર ખરીદશે અને બાકી પૈસાઓને ભવિષ્ય માટે બચાવશે. એ વિચારીને સારું લાગી રહ્યું છે કે જ્યારે હું રિટાયર થઈશ તો મારા અકાઉન્ટમાં ઘણાં પૈસા હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp