તેલંગણાના કલેક્ટરની સરાહનીય પગલુંઃ દીકરીનું કરાવ્યું સરકારી સ્કૂલમાં એડમિશન

PC: amarujala.com

સારા શિક્ષણ માટે એક તરફ માતા-પિતા પોતાના બાળકોનું એડમિશન મોંઘી પ્રાઈવેટ સ્કૂલોમાં કરાવવા માટે દોડાદોડી કરી રહ્યા છે, તો બીજી તરફ તેલંગણાના એક કલેક્ટરે પોતાની દીકરીનું એડમિશન સરકારી સ્કૂલમાં કરાવીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

તેલંગણાના વિકારાબાદના કલેક્ટર મસર્રત ખાનમ આયશાએ ત્યાંની સરકારી અલ્પસંખ્યક આવાસી સ્કૂલમાં પોતાની દીકરીનું પાંચમાં ધોરણમાં એડમિશન કરાવ્યું છે. તે તેલંગણા માઈનોરિટી રેસિડેન્સિયલ સ્કૂલ હૈદરાબાદથી 75 કિમી દૂર છે.

મસર્રત ખાનમ આયશાએ આ અંગે કહ્યું હતું કે, આ સ્કૂલમાં મોટાભાગના ગરીબ વ્યક્તિઓના બાળકો ભણે છે. અહીં શિક્ષણનું સ્તર સારું છે અને ત્યાં બાળકોનો સંપૂર્ણ વિકાસ થઈ શકે છે. આથી, તેમણે મોંઘી પ્રાઈવેટ સ્કૂલને બદલે આ સ્કૂલ પસંદ કરી છે.

તેલંગણા માઈનોરિટી રેસિડેન્સિયલ એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યૂટ સોસાયટીના સચિવે આયશાના આ પ્રયાસના વખાણ કરતા કહ્યું કે, કલેક્ટરનો આ પ્રયાસ સરાહનીય છે. તેને કારણે અલ્પસંખ્યકોને પ્રેરણા મળશે. સાથે જ તેને કારણે અલ્પસંખ્યકોમાં છોકરીઓના શિક્ષણને લઈને ઘણા બદલાવો આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp