એક ભૂખ્યા વૃદ્ધે ધોઈને ખાધી રોટલી, વીડિયો જોઈ ભાવુક થયા લોકો

PC: indiatimes.com

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોએ લોકોને ઈમોશનલ કરી દીધા છે. કારણ કે, પોતાનું ખાવાનું ફેંકી દેતા ઘણા લોકોને તમે જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય કોઈને રોટલીને પાણીથી ધોઈને ખાતા જોયા છે? જો ન જોયા હોય, તો આ વીડિયો જોઈ લો. કદાચ આ જોયા બાદ તમે ખાવાનું વેસ્ટ નહીં કરશો. હાલ એ જાણકારી સામે નથી આવે કે વીડિયો ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો છે. પરંતુ, સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ્સ પર તેને શેર કરવામાં આવી રહ્યો છે.

આ વીડિયોને એક ટ્વીટર યુઝરે શેર કર્યો છે. તેણે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, આ ભૂખ જ તો છે, જે કોઈનું પેટ ભરાતા ફેંકી દેવાઈ હતી અને કોઈએ પોતાનું પેટ ભરવા એ રોટલીને ફરી ઉંચકીને ધોઈને ખાઈ લીધી.

આ વીડિયો કોઈ રેલવે સ્ટેશનનો છે, જેમાં એક વૃદ્ધ વ્યક્તિ રોટલીને ધોઈને ખાતો દેખાઈ રહ્યો છે. તેને જોયા બાદ મોટાભાગના લોકો બધાને એ જ અપીલ કરી રહ્યા છે કે, તેઓ ખાવાનું વેસ્ટ ના કરે. કારણ કે આ દુનિયામાં એવા ઘણા લોકો છે, જેમને બે ટંકનું ખાવાનું પણ નસીબ નથી થતું.

આ લખાઈ રહ્યું છે, ત્યાં સુધીમાં આ વીડિયોને 400 કરતા વધુ વ્યૂઝ મળી ચુક્યા છે અને 86 લાઈક્સ મળી ચુકી છે. આ ઉપરાંત, ઘણા લોકોએ આ વીડિયો અંગે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp