શ્વાનને પાળવા હવે લેવું પડશે લાયસન્સ

PC: tosshub.com

પ્રાણીઓમાં શ્વાનને સૌથી વફાદાર માનવામાં આવે છે. લોકો મોટે ભાગે પૅટ તરીકે શ્વાનને જ પાળવાનું પસંદ કરે છે. પણ શું તમને ખબર છે કે હવે પછી શ્વાનને પાળવા માટે પણ તમારે લાયસન્સ લેવું પડશે. જેમ ગાડી ચલાવવા માટે લાયસન્સ લેવાનું હોય છે તેવી જ રીતે શ્વાનને પાળવા માટે પણ નગર પાલિકા પાસેથી લાયસન્સ લેવાનું રહેશે.

શ્વાનને પાળવા માટે લાયસન્સ લેવાનું ફરમાન ઉત્તર પ્રદેશના ગાઝીયાબાદમાં સંભળાવવામાં આવ્યું છે. જ્યાં હવેથી શ્વાનને પાળવા માટે નગર પાલિકાને ફી ભરીને લાયસન્સ લેવું પડશે.

શ્વાનને પાળવા માટે ગાઝીયાબાદના લોકોએ ફીના રૂપમાં 5 હજાર રૂપિયા નગર નિગમને જમા કરાવવાના રહેશે. ત્યાર પછી જ લાયસન્સ તેમને આપવામાં આવશે. આ લાયસન્સના આધારે તમે ઘરમાં કોઈપણ બ્રીડનો શ્વાન પાળી શકો છો.

લાયસન્સ લીધા પછી જો તમારું શ્વાન રસ્તા કે પાર્કમાં ગંદકી ફેલાવે તો તેના માલિકે 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. જો દંડ નહી ભરે તો તેની સામે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે.

મોટર વ્હીકલ એક્ટ પછી RTO ની બહાર લાયસન્સ લેવા માટે લોકોની ભીડ થઈ રહી છે. લાગી રહ્યું છે કે હવે આ નિયમ પછી શ્વાન પાળનારા લોકોએ પણ લાયસન્સ માટે સરકારી ઓફિસોના ચક્કર લગાવવા પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp