એક પગ પર ચાલીને સ્કૂલમાં જાય છે આ છોકરી, સોનૂ સૂદે કહ્યું- બંને પગે કૂદીને જશે

PC: freshgooglenews.com

સોશિયલ મીડિયા પર એક વિદ્યાર્થીનીનો વીડિયો ખૂબ જ વાયરલ થયો રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે, એક વિદ્યાર્થિની એક પગ પર લંગડી કરતી કરતી સકૂલમાં ભણવા જઇ રહી છે. આ વીડિયોને જોઇને તમારુ મન વિચલિચ થઇ જશે. આ વીડિયોને શેર કર્યા બાદ કેટલાક લોકો નેતાઓ અને સામાજિક સંસ્થાઓ પાસેથી મદદની માગ કરી રહ્યા છે. જાણકારી મુજબ, આ વાયરલ વીડિયો બિહારના જમુઇ વિસ્તારનો છે. કોઇ દુર્ઘટનામાં આ છોકરીએ પોતાનો એક પગ ગુમાવ્યો હતો. આ છોકરીના માતા પિતા મજૂરી કરે છે, તેમનો પરિવાર એટલો ગરીબ છે કે તે છોકરીનો આર્ટીફિશીયલ પગ લગાવવા માટે વિચારી પણ શકે, તેમની પાસે એટલા પૈસા નથી કે તે છોકરીનો આર્ટિફિશિયલ પગ લગાવી શકાય.

વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે, એક છોકરી સંઘર્ષ કરતી સ્કૂલ બેગ લઇને એક પગે લંગડી કરતી સ્કૂલમાં જાય છે. એક પગે ચાલવું ખૂબ જ મુશ્કેલ છે, પણ આ છોકરી ભણવા માટે એક પગે સ્કૂલમાં જાય છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે, લોકો છોકરીની મદદ કરવા માટે આતુર છે. બોલીવૂડ એક્ટર સોનુ સૂદે પણ છોકરીની મદદ કરવા માટે હાથ આગળ વધાર્યો છે. અભિનેતાએ પોતાની ટ્વીટમાં લખ્યું છે કે,’હવે તે એક નહીં પણ બન્ને પગ પર કૂદીને સ્કૂલ જશે, ટિકીટ મોકલી રહ્યો છું, ચાલો બન્ને પગ પર કૂદીને સ્કૂલ જઇએ.’

આ છોકરીની મદદ કરવા માટે ઘણા બધા લોકો સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ આ છોકરીનો વીડિયો શેર કર્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ છોકરીના વીડિયો પર લોકો રીએક્ટ પણ કરી રહ્યા છે. એક યૂઝરે કમેન્ટ સેક્શનમાં લખ્યુ છે કે, ‘ ખરેખર મને ખૂબ દુખ થઇ રહ્યું છે. એક અન્ય યૂઝરે કહ્યું છે કે, આ વાત હ્રદય સ્પર્શી છે.’ આટલી બધી મુશ્કેલીઓ પડવા છતાં પણ આ છોકરી ભણવા માટે આતુર છે. આ છોકરીને તેનું ભણતર પૂર્ણ કર્યા બાદ ટીચર બનવુ છે. આપણાં દેશમાં એવા ઘણા બધા છોકરાઓ છે કે, જેમની ઇચ્છા ઉંચુ ભણતર પ્રાપ્ત કરવાની છે, પણ તે પોતાની પરિસ્થિતિના કારણે પોતાનો અભ્યાસ પૂર્ણ નથી કરી શકતા. સમાજમાં રહેલા તમામ લોકોને એવી અપીલ કરવામાં આવે છે કે આવા લોકોને મદદ કરવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp