11 લાખ ખર્ચીને માણસમાંથી કુતરો બન્યો વ્યક્તિ, ઓળખવું બન્યું મુશ્કેલ

PC: hindi.news18.com

ઘણી વખત કેટલાક અમીર લોકોના ઘરે પાળેલા કુતરાને જોઇને અમુક લોકોને ઇચ્છા થાય છે કે, તેઓ પણ પેલા અમીર માલિકના કુતરા જેવું જીવન જીવી શકે તો કેટલું સારું. ચાલો આ તો મજાકની વાત છે, પણ જાપાનમાં એક વ્યક્તિએ આ વાતને ખૂબ જ ગંભીરતાથી લીધી હતી અને તે 11 લાખ રૂપિયા જેવી અસામાન્ય રકમ ખર્ચીને માણસમાંથી કુતરો બની ગયો છે. તમને તેને જોઇને વિશ્વાસ નહીં આવશે કે, તે ખરેખર કોઇ કુતરો નથી પણ એક માણસ છે.

તોકો નામના એક જાપાની ટ્વીટર યૂઝરે લોકોને પોતાનું આ રૂપ બતાવ્યું હતું. તેનું કહેવું છે કે, તે નાનપણથી જ જાનવરો જેવુ જીવન જીવવા માગતો હતો અને તેને કુતરાઓ પ્રત્યે સારો એવો લગાવ હતો. તેણે પોતાનું રૂપ બદલવા માટે એક સ્પેશિયલ ઇફેક્ટ વર્કશોપનો સંપર્ક કર્યો અને પોતાના માટે તેણે એક અલ્ટ્રા રિયાલિસ્ટિક ડોગ કોસ્ચ્યૂમ બનાવડાવ્યો. તે કોસ્ચ્યૂમ પહેર્યા બાદ કોઇપણ વ્યક્તિ તેને ઓળખી નહોતો શકતો.

તોકો નામના આ વ્યક્તિની આવી અળવીતરી ઇચ્છાને પૂરી કરવા માટે સ્પેશિયલ ઇફેક્ટ કંપનીએ તેને સારી એવી મોટી રકમ ચાર્જ કરી હતી. તોકોએ તે કંપનીને કુલ 2 મિલિયન યેન એટલે કે લગભગ 11 લાખ 63 હજાર રૂપિયા જેવી મોટી રકમ આપી હતી અને તેણે પોતાના માટે એકદમ ઓરીજીનલ કુતરા જેવો જ લાગતો એક કોસ્ચ્યૂમ બનાવડાવ્યો. તોકોનો આ કોસ્ચ્યૂમ એટલો રિયલ લાગતો હતો કે, તેને પહેર્યા બાદ તે ખરેખર કુતરા જેવો જ લાગતો હતો. કંપનીનું કહેવું છે કે, કંપનીએ આ કોસ્ચ્યૂમ બનાવવામાં ખૂબ મહેનત કરવી પડી હતી, કારણ કે માણસ અને કુતરાઓમાં ખૂબ મોટું અંતર હોય છે અને તોકો ચાહતો હતો કે તે આ કોસ્ચ્યૂમ પહેર્યા બાદ કુતરા જેવો જ લાગે.

તોકોની ઇચ્છાને પૂરી કરવા માટે વર્કશોપ તરફથી સિંથેટિક ફરનો ઉપયોગ કરવામાં આવ્યો અને નાની નાની ડીટેઇલ પર પણ બારીકાઇથી ધ્યાન અપાયું હતું. આ કોસ્ચ્યૂમ બનાવવામાં આ કંપનીને 40 દિવસ જેટલો સમય લાગ્યો હતો. તોકોએ આ કોસ્ચ્યૂમ પહેર્યા પછી પોતાની તસવીરો ટ્વીટર પર શેર કરી હતી.

તેણે યૂટ્યૂબ પર પોતાની કુતરા વાળા જીવનની અપડેટ લોકો સુધી પહોંચાડવા માટે એક યૂટ્યૂબ ચેનલ પણ બનાવી છે. જાપાનના નેશનલ ટીવી પર પણ તે આવી ચૂક્યો છે અને સોશિયલ મીડિયા પર તો તેની ચર્ચાઓ પૂરી જ નથી થતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp