પૂણેમાં ગ્રાહકો આકર્ષવા માટે સોનાના અસ્ત્રાથી કરવામાં આવે છે શેવિંગ, કિંમત છે...

PC: zeenews.india.com

ગ્રાહકોને આકર્ષિત કરવા માટે લોકો અજીબો ગરીબ રસ્તાઓ પણ અપનાવતા હોય છે અને ઘણી વખત તેમાં તેમને સફળતા પણ ળતી હોય છે. કોરોનાના મહામારીએ ઘણા લોકોને બેરોજગાર કરી દીધા છે અને જેઓ પોતાનો ધંધો કરી રહ્યા છે તેમને પણ ધંધો મંદીમાં ચાલી રહ્યો હોવાનું જોવા મળે છે. આ દરમિયાન એવી ઘણી સ્ટોરીઓ પણ સામે આવી છે જ્યારે લોકોએ નવેસરથી શરૂઆત કરી અને સફળતા પણ મેળવી છે. એક એવી જ સ્ટોરી છે પુણેના થોડે દૂર આવેલા દેહુંગામમાં સલૂન ચલાવનારા અવિનાશ બોરુંદિયા અને વિક્કી વાઘમારેની. લોકડાઉનમાં લાંબા સમય સુધી દુકાનો બંધ રહેવાને કારણે અવિનાશ અને વિક્કીનું સલૂન પણ બંધ રહ્યું હતું. અનલોકના ઘણા ફેઝ પછી સલૂન ખોલવાની પરવાનગી આપવામાં આવી પરંતુ લોકો સલૂનમાં જતા ડરી રહ્યા હતા. આથી તેમણે લોકોને આકર્ષિત કરવા માટે એક એવી ટ્રિક કાઢી જેનાથી તેમની દુકાન પર ગ્રાહકોની લાઈન લાગવા લાગી હતી. તેઓ હવે સોનાના અસ્ત્રાથી લોકોની શેવિંગ કરે છે.

અવિનાશે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, કોરોનાને કારણે કારોબાર પર ઘણું મોટું સંકટ આવી ગયું હતું. આ સંપૂર્ણરીતે ચોપટ થઈ ગયો હતો. સરકાર તરફથી અનલોકમાં છૂટ આપવા પછી જ્યારે માર્કેટ ખુલવાની આશા હતી કે ધંધો ફરીથી ચાલુ થઈ જશે. પરંતુ થયું તેનાથી ઊંધુ. લોકો કોરોનાના ડરને લીધે આવતા ન હતા. બે મહિના પહેલા અવિનાશ અને વિક્કીએ પોતાના સલૂન રિબાબને ફરીથી રિલોન્ચ કર્યું. તે સમયે તેમણે વિચાર્યું કે એવી તો સલૂનમાં શું ખાસિયત હોય જેના લીધે તેઓ બીજાથી અલગ પડે અને ગ્રાહક તેમના દરવાજે આવીને ઊભો રહે.

બંનેને રિસર્ચ કરતા ધ્યાનમાં આવ્યું કે પુણેના લોકોને સોનું ઘણું પસંદ છે. આથી પછી તેમને વિચાર આવ્યો કે સોનાનું રેઝર કેમ ન બનાવડાવવામાં આવે અને તેનાથી સલૂનમાં ગ્રાહકોની શેવિંગ કરવામાં આવે. અવિનાશ અને વિક્કીએ 4 લાખ રૂપિયામાં 8 તોલા સોનાનું રેઝર બનાવડાવ્યું છે. આઈડિયા કામ કરી ગયો અને છેલ્લા બે મહિનાથી તેમના સલૂનમાં ગ્રાહકોની સંખ્યા વધી ગઈ છે. જોકે સોનાનો અસ્ત્રો બનાવવો તેમના માટે સરળ ન હતું. આ માટે તેઓ ઘણા સોની પાસે ગયા પરંતુ બધાએ તેને બનાવવાની ના પાડી દીધી હતી આખરે એક સોની તૈયાર થયો જેણે 18 કેરેટ સોનામાં અસ્ત્રો બનાવી આપવાની હા પાડી.

31 વર્ષનો સાગર પટવા આ સલૂનમાં સોનાના અસ્ત્રાથી શેવિંગ કરાવવા માટે આવાનું પસંદ કરે છે. સાગરનું કહેવું છે કે સોનાના અસ્ત્રાનો ચહેરા પર સ્પર્શ અલગ જ અહેસાસ કરાવે છે. તેના બધા મિત્રો પણ અહીં જ સોનાના અસ્ત્રાથી શેવિંગ કરાવવા માટે આવે છે. સોનાના અસ્ત્રાથી શેવિંગ કરાવનાર ગ્રાહકે 100 રૂપિયા ચૂકવવા પડે છે, જ્યારે નોર્મલ અસ્ત્રાથી શેવિંગ કરાવવી હોય તો 70 રૂપિયા આપવા પડશે. તેમના સલૂનની વધતી ડિમાન્ડ જોઈને તેમણે બીજા 2-3 સોનાના અસ્ત્રા બનાવવાનો નિર્ણય કર્યો છે.      

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp