ટ્રક પલટી તો ડ્રાઈવર લાંબો થઈને ફોન પર કરવા લાગ્યો વાત, IASએ કહ્યુ- ફોન પર કોણ

PC: twitter.com

સોશિયલ મીડિયા પર ઘણી વખત મજેદાર ફોટોઝ અને વીડિયોઝ વાયરલ થતા રહે છે. જેને જોઈને ઘણી વખત આપણે હેરાન રહી જઈએ છે. તેવો જ એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે પણ હેરાન પણ થશો અને પોતાનું હસવું પણ રોકી શકશો નહીં. આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફોટામાં એક પલટી ગયેલી ટ્રક જોવા મળી રહી છે અને તેની પાસે જ ટ્રકના ડ્રાઈવર એકદમ આરામથી લાંબો થઈને ફોન પર વાત કરી રહ્યો છે.

આ ફોટાને જોઈને તમને પણ તમારી લવ લાઈફના તે દિવસો યાદ આવી જશે, જ્યારે તમે ખો દિવસ ફોન પર લાગેલા રહેતા હતા. કહેવાય છે કે જ્યારે વ્યક્તિને પ્રેમનો રંગ ચઢે છે તો ખાવા પીવાનું પણ ભૂલી જાય છે. આસપાસ શું થઈ રહ્યું છે તેનો ખ્યાલ રહેતો નથી. તેવું જ કંઈક આજકાલ થઈ રહેલું જોવા મળે છે. આ ફોટો IAS અધિકારી અરુણ બોથરાએ શેર કર્યો છે. ફોટાની સાથે તેમણે  એક દિલચસ્પ કેપ્શન પણ આપ્યું છે.

તેમણે લખ્યું છે- તેના શાહી અંદાજથી જ ખબર પડે છે કે ફોન પર બીજી બાજુ કોણ છે. તમે ફોટામાં જાતે જોઈ લો કેવી રીતે પલટી ગયેલા ટ્રકની આગળ ડ્રાઈવર ઘણા આરામથી સ્ટાઈલમાં લાંબો થયેલો જોવા મળે છે અને આરામથી ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો છે.

લોકો આ ફોટાને ઘણો પસંદ કરી રહ્યા છે અને આ પર પોતાની મજેદાર કોમેન્ટ્સ પણ કરી રહ્યા હતા. આ ફોટા પર અત્યાર સુધીમાં 7000થી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે. એક યુઝરે લખ્યું છે કે સર આ કાંદાનો ભૌકાલ છે. તો બીજા યુઝરે લખ્યું છે પ્યાર કા ચક્કર હૈ બાબુ ભૈયા. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે આગ લગે ચાહે બસ્તી મૈ, ભાઈ અપની મસ્તી મે. જ્યારે એક યુઝરે તો આ ફોટોની તુલના કોંગ્રેસ પાર્ટી અને તેના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે કરી છે. તેણે ફોટામાં પલટેલી ટ્રકને કોંગ્રેસ પાર્ટી અને ડ્રાઈવરને રાહુલ ગાંધી કહ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp