ગુજરાતના લેડી ટારઝન ગણાતા રસીલા કેમ વિવાદમાં આવ્યા?

PC: khabarchhe.com

સાસણગીર નેશનલ પાર્કમાં પ્રાણીઓની સંભાળ અને દેખરેખ માટે એક રેસ્ક્યૂ ટીમ બનાવવામાં આવેલી છે. આ ટીમમાં રેસ્કયૂ ઓફિસર  તરીકે રસીલા નામની યુવતીને તમે સવાર-બપોર કે રાત્રિના અંધકારમાં જંગલમાં જવાનું કહેશો તો તે ગમે તેટલું અગત્યનું કામ હશે તે બાજુ ઉપર મૂકીને જંગલમાં તેમના પ્રિય પ્રાણીઓને બચાવવા પહોંચી જશે. જંગલમાં ઈજા પામેલબીમાર કે કોઈ જગ્યાએ ફસાઈ ગયેલ પ્રાણીઓની માવજત કરવાનું તેમનું કામ અને શોખ છે. સાહસી રસીલાએ 1100થી વધુ વન્ય પ્રાણીઓને વિકટ સંજોગોમાંથી બચાવ્યા છે. વિશ્વના કોઈ પણ વાઇલ્ડ-લાઇફ પાર્કના રેસ્ક્યુ-મિશન્સ કરતાં આ સંખ્યા વધારે છે.

2019માં નવ મહિનાના પુત્રને લઈને ઘણી વખત રેસ્ક્યૂ ઓપરેશન માટે જાય છે. ગુજરાતના ગીરની એવી જાંબાઝ મહિલા જે ગીરની સિંહણ તરીકે ઓળખાય છે. રસિલાને લેડી ટારઝનનું બિરુદ મળી ચૂક્યુ છે. 2008થી 2013 સુધીમાં 173 રેસ્ક્યુ ઓપરેશન્સ, 390 વન્ય પ્રાણી છોડવાની કામગીરી, 100 વન્ય પ્રાણીઓની સારવાર કરી હતી.

રેસ્ક્યુ-ટીમ જંગલના 1800 ચોરસ કિલોમીટરના ક્ષેત્રમાં ઘાયલ પ્રાણીઓને અને માણસોને બચાવવા અને એમને મેડિકલ સારવાર આપવાની કામગીરી સંભાળે છે. કોઈ પણ સિંહ જખમી હાલતમાં ન રહે અને એનો જખમ જીવલેણ નીવડે એ પહેલાં ઘા રુઝાઈ જાય એવી વ્યવસ્થા કરવાની જવાબદારી આ ટીમને સોંપવામાં આવી છે. 51 મહિલા ફૉરેસ્ટ ગાર્ડ્સની પ્રથમ બૅચ 2007માં નિયુક્ત કરવામાં આવ્યી હતી. 1997માં રેસ્ક્યૂ ડિપાર્ટમેન્ટની સ્થાપના કરાઈ હતી ત્યારથી કોઈપણ મહિલા આ પોસ્ટ પર રહી નથી.

નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવનાર રસીલાના માતાએ નાના-મોટા કામ કરીને શિક્ષણ આપવેલું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી હિન્દીમાં સ્નાતક છે. વર્ષ 2007માં તેમની સામે બે જગ્યાએથી સરકારી નોકરીની ઓફર હાજર હતી. પહેલી ગીર નેશનલ પાર્કમાં રક્ષા સહાયક(રેસ્ક્યૂ ઓફિસર)તરીકેની અને બીજી સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ. પ્રાણી પ્રેમના કારણે તેમણે રેસ્ક્યૂ ઓફિસર તરીકેની નોકરી સ્વીકારી હતી.

પ્રથમ વખત તેણે જોયુ કે એક ટેકરી ઉપર સિંહના ગળામાં કાંટા વાગેલા હતા. જે દૂર કરવા પડે તેમ હતા. ખાઈ શકતો ન હોથી તે નબળો પડી ગયો હતો. આ સિંહને બચાવવા બપોરના આશરે ચારના સુમારે જંગલમાં તેમની ટીમ પહોંચી ગઈ. તેને પાંજરે પૂરવામાં આવે તો જ કાંટા દૂર કરી શકાય તેમ હતા. એક પાડાના બચ્ચને પાંજરામાં મૂકી દીધો અને સિંહ તેમાં લેવામાં લાકડી રસીલાના માથામાં વાગી અને તે નીચે પડી ગઈ સિંહ ભાગી છૂટ્યો.

સિંહને આખી રાત શોધવામાં કાઢ્યો આખરે તેને પાંજરામાં પૂરીને તેના ગળામાંથી કાંટા-ઝાંખરા દૂર કરતા સવારના પાંચ વાગી ગયા. પહેલું બચાવકાર્ય સફળ થયું હતું. તેને એક નવી દિશા મળી હતી.

સાહસી રસીલાએ 1100થી વધુ વન્ય પ્રાણીઓને વિકટ સંજોગોમાંથી બચાવ્યા છે. જેમાં દીપડા અને સિંહની સાથે અજગરમગરપંખીઓ અને વાનર છે. જંગલના પ્રાણીઓની સાથે રહેવું એટલે મોતને હાથમાં લઈને ફરવા બરાબર છે. પ્રાણીઓની સાથે પ્યારભર્યો વ્યવહાર કરવાથી તેઓ મિત્ર બની જાય છે. દીપડો સરળતાથી કાબૂમાં આવી જાય છે. જ્યારે વાનરને પકડવો વિકટ છે. તે આપણા હાથમાંથી લાકડી લઈને આપણને મારવા લાગે. અચાનક નજદીક આવીને થપ્પડ પણ મારી દેતો ક્યારેક હાથમાંથી બંદૂક ઝૂંટવીને તમારી સામે તાકે પણ ખરો.

વન્યપ્રાણીને ખાસ પ્રકારે બનાવેલ પાંજરામાં આવવામાં ડર પણ રહેતો નથી. સરળતાથી મળતો શિકાર ખાવા તેઓ પાંજરામાં આવે ત્યારબાદ તેમની યોગ્ય સારવાર કરીને તેમને જંગલમાં છોડી દેવામાં આવે છે. તેથી સિંહ કે દીપડા ભરોસાની સાથે પાંજરામાં આવી જાય છે.

રમત-ગમતચેસ અને ફોટોગ્રાફીની સાથે અનેક એવૉર્ડ વિજેતા છે. અનેક વખત સન્માન કરવામાં આવ્યું છે. સાદું જીવનઉચ્ચ વિચારો તથા અબોલ પ્રાણીઓનો પ્રેમ મેળવવા સદાય કામ માટે તૈયાર હોય છે.

28 વર્ષની ઉંમરે ફૉરેસ્ટ ગાર્ડ રસીલાએ અન્ય મહિલા ગાર્ડ્સ સાથે મળીને 600 રેસ્ક્યુ-મિશન્સ પાર પાડ્યાં હતાં. ગીરની આ મહિલા ફૉરેસ્ટ ગાર્ડ્સના જીવન અને મિશન વિશેનું કવરેજ ડિસ્કવરી ચૅનલની સિરીઝ ધ લાયન ક્વીન્સ ઑફ ઇન્ડિયામાં તે ચમકેલા છે.

બચાવ વિભાગના વડા બનાવાયા 

 33 વર્ષીય રસિલા વાઢેરને ગીર નેશનલ પાર્કમાં રેસ્ક્યૂ ડિપાર્ટમેન્ટના હવે હેડ છે. રેસ્ક્યુ ડિપાર્ટમેન્ટમાં પ્રથમ મહિલા છે.  જૂનાગઢગીર સોમનાથભાવનગર અને અમરેલી એમ ચાર જિલ્લામાં એક વર્ષમાં 700થી પણ વધારે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવે છે.

2008માં વાઢેરને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં બેક ઓફિસની કામગીરી સોંપાઈ હતી. પણ સિંહોની વચ્ચે કામ કરવાનું ગમતું હોવાથી તેમણે 24 કલાકની ફિલ્ડ જોબ ફોરેસ્ટ ગાર્ડની નોકરી પસંદ કરી હતી. 11 વર્ષમાં રસીલા વાઢેરે 1100 જંગલી પ્રાણીઓની બચાવ કામગારી કરી છે.પહેલા તેઓ અભયારણ્ય નિરિક્ષક તરીકે બઠતી આપી હતી. હવે તે બચાવ વિભાગના વડા છે. બચાવના તમામ ઓપરેશન ઉપર દેખરેખ રાખે છે. હવે સિંહ માનવીય વસાહતની વધારે નજીક પહોંચી જતાં આ તેમનાં માટે બચાવ અને મોટો વિસ્તાર એક પડકાર છે. ગીરમાં તે 18 ટ્રેકર સાથેની ટીમને લીડ કરે છે. પણ તેમની જોબ ફક્ત ચાર જિલ્લા સુધી જ સીમિત નથી. ગુજરાતમાં જ્યાં પણ રેસ્ક્યૂનો કોલ આવે છેઅને કોઈ એક્સપર્ટ ઉપલબ્ધ નથી હોતાં ત્યારે ટીમ એ સ્થળોએ પહોંચીને રેસ્કયુ ઓપરેશન હાથ ધરે છે.

સેલ્ફી ભારે પડી 

રસિલાએ બે સિંહ સાથે મોબાઈn ફોનથી સેલ્ફી લીધી હતી ત્યારે વિવાદ સામે આવ્યો હતો. છે. સિંહ સાથેની સેલ્ફી ફેસબુક પર પોસ્ટ કરતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. લોકોએ તેમની ટીકા કરી હતી. જોકેફેસબુક પર વિવાદ વધતા તેમણે પોતાની આ પોસ્ટ હટાવી દીધી હતી. તેની સામે કોઈ કાર્યવાહી કરી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp