મેટ્રોમાં કપલનું અણછાજતું વર્તન જોઈને ભડકી મહિલા, મારવાની આપી ધમકી, જુઓ વીડિયો

PC: zeenews.com

દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી રહેલા પ્રેમી દંપતિઓના કિસ કરવાના અને અણછાજતું હરકત કરવાના ઘણાં કિસ્સાઓ સામે આવતા રહે છે. એવામાં એક વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા અને કપલ વચ્ચે બોલાચાલી થઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, મેટ્રોમાં પ્રેમી કપલની અશ્લીલ હરકત જોઈને મહિલા ભડકી ગઈ હતી. અને તેમને ફટકાર પણ લગાવી હતી. સાથે જ મારવાની ધમકી પણ આપી હતી.

વીડિયોમાં જોઈ શકાય છે કે, વિવાદની વચ્ચે જ્યારે છોકરી બોલે છે કે તેઓ 18 વર્ષથી વધુ વયના છે, તો મહિલા ગુસ્સે થઈ જાય છે અને કહે છે, હવે મારીશ ત્યારે જ ભાન આવશે.

જોકે, પ્રેમી યુગલ અને મહિલા વચ્ચે થયેલા વિવાદને વધતાં જોઈને અન્ય મુસાફરોએ મામલો શાંત પાડી દીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ મહિલાની લોકો પ્રશંસા કરી રહ્યા છે.

એક યૂઝરે લખ્યું, ખુલ્લેઆમ આ રીતે અશ્લીલતા ફેલાવનારાઓ વિરુદ્ધ દિલ્હી મેટ્રોએ આ હરિયાણવી મહિલાઓને રિક્રૂટ કરવી જોઈએ.

આ પહેલા પણ દિલ્હી મેટ્રોમાં પ્રેમી યુગલોના અશ્લીલ હરકતોનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ એકબીજાને કીસ કરી રહ્યા હતાં. તો જુલાઈમાં એક મેટ્રો સ્ટેશન પર છોકરા અને છોકરીનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં બંને અશ્લીલ અવસ્થામાં દેખાય રહ્યા હતાં. આ મામલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી દિલ્હી મેટ્રોએ સાર્વજનિક સ્થળોએ અશ્લીલતા ફેલાવવાના આરોપમાં તે અજ્ઞાત કપલની વિરુદ્ધ મામલો પણ દાખલ કરી લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp