પ્લાઝ્મા માટે મહિલાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો નંબર, લોકોએ મોકલી અશ્લીલ તસવીરો

PC: hindustantimes.com

કોરોના વાયરસ મહામારીની બીજી લહેરે દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થાને હચમચાવી નાંખી છે. છેલ્લાં કેટલાક દિવસોમાં દરરોજ દેશમાં 2 લાખ કરતા વધુ કેસ સામે આવી રહ્યા છે અને દેશના ઘણા હિસ્સાઓમાં લોકો જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. જોકે, આ મુશ્કેલ સમયમાં પણ કેટલાક લોકો સંવેદનહીન બની ગયા છે અને એક મહિલાએ પોતાના અનુભવો દ્વારા આ સંવેદનહીનતાને ઊજાગર કરી છે.

આ મહિલાએ વાઈસ વર્લ્ડ ન્યૂઝ માટે એક આર્ટિકલમાં લખ્યું કે, મારા પરિવારના એક સભ્ય જ્યારે કોરોના પોઝિટિવ થયા તો અમે તેમના માટે વેન્ટિલેટર શોધી રહ્યા હતા. હું સોશિયલ મીડિયાની તાકાતમાં વિશ્વાસ ધરાવુ છું. મેં ટ્વીટર પર મદદ માંગી અને પોતાનો ફોન નંબર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો. સૌભાગ્યથી અમને છ કલાકમાં જ વેન્ટીલેટર મળી ગયું. થોડાં દિવસ બાદ અમને એ પ્લસ બ્લડ ગ્રુપના પ્લાઝ્માની જરૂર પડી. અમે તેને માટે એવા ડોનર શોધી રહ્યા હતા, જે અમને પ્લાઝમા ડોનેટ કરી શકે. જોકે તે સરળ નહોતું. મેં ફરી એકવાર સોશિયલ મીડિયા પર લોકોની મદદ માગી. અમને મદદ નહોતી મળી રહી, આથી અમારા કેટલાક મિત્રોએ સોશિયલ મીડિયા અકાઉટ્સ પર મારી મુશ્કેલી શેર કરી અને લોકો પાસે મદદ માગી.

મહિલાએ લખ્યું કે, હું એ સમયે થોડી ગભરાઈ ગઈ હતી કે મારો ફોન નંબર એવી જગ્યાએ નાંખવામાં આવી રહ્યો છે, જે ખૂબ જ પ્રભાવશાળી છે અને તેને કારણે ઘણા લોકોને મારી પર્સનલ લાઈફ વિશે જાણકારી મળી શકે છે. પરંતુ તે સમયે મારી સૌથી મોટી પ્રાથમિકતા મારા બીમાર ફેમિલી મેમ્બર હતા આથી મેં તે વાતને ઈગ્નોર કરી દીધી. પરંતુ એ જ મારી સૌથી મોટી ભૂલ હતી. હું સતત બ્લડ બેંક્સ અને ડોનર્સની સાથે વાત કરી રહી હતી અને મને સતત નિરાશા મળી રહી હતી. દરમિયાન મને એક કોલ આવ્યો અને તે વ્યક્તિએ મને પૂછ્યું કે શું તમે સિંગલ છો? તેણે આટલું કહ્યું અને મેં ફોન કટ કરી દીધો. મારી પાસે તે સમયે આ બધુ વિચારવાનો સમય નહોતો.

ત્યારબાદ આવા કોલનું પૂર આવી ગયું. એક વ્યક્તિએ કોલ કરીને કહ્યું કે, તમારું ડીપી સારું છે અને હસવા માંડ્યો. કેટલાક લોકો મને પૂછવા માંડ્યા કે શું તમે એકલા રહો છો, ક્યાં રહો છો, શું તમે મારી સાથે વાત કરશો? હું આ બધા કોલ્સથી હેરાન થઈ ગઈ હતી અને હું આ બધા જ નંબર્સને બ્લોક કરવા માંડી. ત્યારપછીની સવાર મારા માટે વધુ ભયાનક સાબિત થઈ. મેં જોયું કે મને સાત લોકો એકસાથે વીડિયો કોલ કરી રહ્યા હતા, મારા Whatsapp પર ત્રણ લોકો પોતાના પ્રાઈવેટ પાર્ટનો ફોટો મોકલી ચુક્યા હતા. આ જોઈને હું ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. મને નહોતી ખબર કે પબ્લિકમાં નંબર આપવાથી મારે આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે. ત્યારબાદ, મેં મારો નંબર એ તમામ પબ્લિક અકાઉન્ટ પરથી ડિલીટ કરાવ્યો, જ્યાં મારી પર્સનલ જાણકારી શેર કરવામાં આવી હતી અને મને તે સમયે અહેસાસ થયો કે મહામારીના આ સમયમાં પણ કેટલાક લોકો પોતાની હરકતો છોડતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp