જે મગરને વન વિભાગ 1 મહિનામાં ન પકડી શક્યું, તેને યુવક ખભે લાદી લઇ આવ્યો

PC: bhaskarassets.com

રાજસ્થાનના બૂંદી જિલ્લાના કેશવરાયપાટનની પાસે ગુડલી ગામમાં લોકો એક યુવકને ખભા પર મોટો મગર લાદીને જોઇ ચોંકી ગયા. ફોરેસ્ટ વિભાગ જે મગરને એક મહિનાથી પકડી ન શક્યું, તેને ગામના મહેન્દ્ર સિંહ હાડાએ પકડી લીધો. ગુડલી ગ્રામ પંચાયત ક્ષેત્રની તલાઈમાં લાંબા સમયથી એક મોટા મગરે ડેરો જમાવી રાખ્યો હતો. તે પાળતૂ જાનવરોનો શિકાર કરવા લાગ્યો હતો. ગ્રામીણો તેનાથી પરેશાન થઇ ગયા હતા. ગ્રામીણોની માગ પર ફોરેસ્ટ અધિકારી ઘણીવાર મગરને પકડવા માટે આવ્યા, પણ તલાઈમાં વધારે પાણી હોવાનું બહાનુ બનાવી પાછા ફરી જતા હતા.

એવામાં ગુડલીના યુવા મહેન્દ્ર સિંહ હાડાએ નક્કી કરી લીધું કે તે મગરને પકડીને રહેશે. હાડા સવારથી સાંજ સુધી તલાઇ પર બેસીને મગરની રાહ જોવા લાગ્યો. જેવો તેને મગર દેખાયો, તેણે પાણીમાં છલાંગ મારી દીધી અને તેને કાબૂમાં કરી લીધો. પછી ખભા પર લાદીને અડધો કિલોમીટર દૂર ગામ લઇને આવ્યો. આ નજારાને જોવા માટે લોકોની ભીડ થઇ ગઇ.

મગરને જ્યારે જમીન પર મૂક્યો તો તે ભાગવા લાગ્યો, પણ હાડાએ તેને પકડી લીધો. સૂચના મળતા ફોરેસ્ટ વિભાગના અધિકારી ઘનશ્યામ મીણાએ આવીને તે યુવકનો આભાર વ્યક્ત કર્યો, તેમણે ગામના લોકોને જણાવ્યું કે, 15 એગસ્ટના રોજ આ યુવકને સન્માનિત કરવામાં આવશે. આ યુવાનનું દુસ્સાહસ કહો કે પછી સાહસ, પણ ગામના લોકોએ તેની ખૂબ વાહવાહી કરી.

આ રીતનો જ એક કિસ્સો આગળ પણ બન્યો હતો. જ્યાં ગામમાં ગ્રામીઓએ તળાવમાં મગરને પકડ્યો હતો. ગ્રામીઓએ જણાવ્યું હતું કે, વરસાદમાં ઘોડાપછાડ નદીમાં પૂર આવ્યું હતું. તે સમયે લોકોને તળાવમાં મગર દેખાયો હતો. ત્યાર પછી તેને પાર કરી ખેતરોમાં જવાથી ખેડૂતોને ડર લાગવા લાગ્યો. જ્યારે લોકોને મગર દેખાયો તો તેમણે મગરને દોરડાથી બાંધી દીધો. સૂચના મળ્યા પછી લક્ષ્મીપુરા વન વિભાગ પ્રભારી રૂપારામ ચૌધરી ત્યાં પહોંચ્યા. જ્યાંથી મગરને કાબૂમાં લઇ જીપમાં લઇ જવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp