ભાજપના ધારાસભ્યો માટે અચ્છે દિન... જાણો ક્યો મોટો ફાયદો થવાનો છે?...

PC: naidunia.com

ગુજરાત ભાજપના ધારાસભ્યો માટે હવે અચ્છેદિન શરૂ થયાં છે. રાજ્ય ભાજપના પ્રદેશ પ્રમુખ એક એવી દરખાસ્ત તૈયાર કરીને રાજ્યના મુખ્યમંત્રીને મોકલી રહ્યાં છે કે જેનાથી ધારાસભ્યોને મોટો ફાયદો થશે. જે ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન મળ્યું નથી તેમને બોર્ડ-કોર્પોરેશનમાં સ્થાન મળશે.

રાજ્યના 22થી વધુ બોર્ડ નિગમોમાં રાજકીય નિયુક્તિ તેમજ 500થી વધુ ડિરેક્ટરોને ગોઠવવાની હિલચાલ પ્રદેશ એકમ દ્વારા ચાલી રહી છે. અત્યાર સુધીમાં જીતુ વાઘાણી પ્રમુખ હતા ત્યારે તેમણે મુખ્યમંત્રી સમક્ષ ધારાસભ્યોને સ્થાન આપવાની ચર્ચા સુદ્ધાં કરી નથી પરંતુ સીઆર પાટીલ આ ચર્ચા કરવાના છે. વિધાનસભાની પેટાચૂંટણી અને સ્થાનિક ચૂંટણીઓ પહેલાં બોર્ડ-કોર્પોરેશનમાં નિયુક્તિ થાય તેવી તેમની ગણતરી છે. હાઇકમાન્ડ પાસેથી તેમણે આ નિયુક્તિ અંગે મંજૂરી મેળવી લીધી છે.

બીજી તરફ સીઆર પાટીલની ટીમ ગુજરાતમાં કોણ હશે અને કોણ કપાશે તે 15મી ઓગષ્ટ સુધીમાં જાહેર થઇ જશે. ભાજપનું પ્રદેશ માળખું 15મી પહેલાં જાહેર થાય તેવી સંભાવના છે. હાલ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ રાજ્યના વિવિધ ઝોનમાં ફરી રહ્યાં છે અને પ્રદેશ માળખું જાહેર કરે તે પહેલાં મંતવ્ય મેળવી રહ્યાં છે. તેઓ જિલ્લા અને વિવિધ શહેર એકમના માળખા ઉપરાંત વિવિધ મોરચાના હોદ્દેદારો તેમજ સ્ટેટલેવલનું માળખું ઘડી રહ્યાં છે.

2017ની વિધાનસભાની ચૂંટણી થયા પછી મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા પછી વિજય રૂપાણીએ બોર્ડ અને કોર્પોરેશનમાં રાજકીય નિયુક્તિ કરી નથી. આ જાહેર સાહસોમાં જે રાજકીય ચેરમેન હતા તેમને પણ રાજીનામાં પછી રિપીટ કર્યા નથી. હવે તેઓ આ નિયુક્તિ કરવા માગે છે અને તેમાં વર્તમાન ધારાસભ્યો તેમજ પાર્ટીના આગેવાનોને સમાવવાની ભલામણ કરશે, જો કે એક વ્યક્તિ એક હોદ્દામાં તેઓ માનતા હોવાથી જે આગેવાન પાસે કોઇ હોદ્દો હશે તો તેમને બીજો હોદ્દો મળી શકશે નહીં. ખાસ તો ધારાસભ્યોનો અસંતોષ દૂર કરવા તેમને ચેરમેન કે ડિરેક્ટરશીપ આપવા માટે તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળીને ચર્ચા કરશે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp