હારેલા ઉમેદવારનો આક્ષેપ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ કોંગ્રેસને જીતાડવા મદદ કરી

PC: dainikbhaskar.com

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, ત્યારે ચૂંટણી પછી ભાજપનો વિખવાદ સામે આવ્યો છે. ત્યારે કમળાપુર જિલ્લા પંચાયતની બેઠક પર હારી ગયેલા ભાજપના ઉમેદવાર રામ સાંકળીયાએ જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખ્યો છે, આ પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે ભરત બોઘરા સહિતના આગેવાનોએ મદદ કરી છે.

રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય રામ સાંકળિયાએ રાજકોટ ભાજપ જિલ્લા પ્રમુખ મનસુખ ખાચરીયાને પત્ર લખીને જણાવ્યું હતું કે, જસદણ તાલુકામાં આવતી રાજકોટ જિલ્લા પંચાયતની કમળાપુર બેઠક પર ભાજપને હરાવવા માટે ભાજપના આગેવાનો ખુલ્લેઆમ મેદાને હતા. જેમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરત બોઘરા અને રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી મનસુખ રામાણી, તાલુકા ભાજપના પ્રમુખ વલ્લભ રામાણી સહિતના ઉચ્ચ હોદ્દેદારોએ ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવા માટે ખુલ્લે આમ મદદ કરેલ છે. કોંગ્રેસના ઉમેદેવારને જીતાડવા માટે પૈસાની મદદ પણ કરેલી છે. જે ગામમાંથી ભાજપને લિડ મળે તેમ હતી ત્યાં અપક્ષ ઉમેદવારી કરાવી હતી. તેમજ કમળાપુર ગામમાં ડૉક્ટર ભરત બોઘરાના બૂથ નંબર 6માંથી કોંગ્રેસની લિડ નીકળી હતી અને વોર્ડ નંબર 5માંથી કોંગ્રેસને લિડ મળી હતી.

ભાજપને માત્ર 98 મત જ નીકળ્યા હતા. તેમજ લીલાપુર ગામ જસદણ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભ રામાણીનું ગામ છે. ત્યાં કોંગ્રેસની લિડ નીકળી હતી. મતદાનના દિવસે જસદણના સ્થાનિક પત્રકારોએ સમાચારના માધ્યમથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું હતું કે, જસદણ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભ રામાણી કોંગ્રેસ તરફી મતદાન કરવાના છે. કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે મતદાનના દિવસે કેન્દ્રની બહાર ખુલ્લે આમ કોંગ્રેસ માટે મત માગતા હતા.

આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આથી ભાજપને હરાવવા માટે ભાજપના હોદ્દેદારોએ કોંગ્રેસ માટે કામ કરેલ છે. જે પરિણામો પણ હવે આવી ગયા છે. ચૂંટણીમાં ઉપરોક્ત કોઈ પણ આગેવાને ભાજપનો પ્રચાર કર્યો નથી અને ભાજપ વિરુદ્ધ નાના આગેવાનોને ભડકાવીને ફોસલાવીને તેમજ પૈસાની લાલચ આપીને ભાજપ વિરુદ્ધ મતદાન કરેલ છે. જેથી આવનારા દિવસોમાં આ વિસ્તારમાં ભાજપના આવા આગેવાનો પદ પર હશે તો ભાજપને ભવિષ્યમાં પણ નુકસાન થશે. સાથે જ કેટલાક આગેવાનોએ એમ પણ કહ્યું હતું કે, હું ભાજપમાં જેમ કહીશ તેમજ થશે તમે કોઈ ચિંતા ન કરતા. આવા આગેવાનોને પદ પરથી હટાવી સાચા આગેવાનોને સ્થાન આપવું જેથી કરીને ભવિષ્યમાં ભાજપને નુકસાની ન થાય.

તેમણે અંતમાં કહ્યું હતું કે, જસદણ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભ રામાણીએ 2018 પેટાચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ કામ કરેલ હતું પરતું ફરી તેમને તાલુકા ભાજપ પ્રમુખ બનાવીને ડૉક્ટર ભરત બોઘરા ભાજપ અને કુંવરજી બાવળીયા વિરુદ્ધની ટીમ ઉભી કરીને ભાજપને હરાવવા માટે કામ કરે છે. જે જગ જાહેર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp