કેજરીવાલનો મોટો આરોપ-સિસોદિયાને બંદૂકની અણીએ પૂછ્યું-બોલ જેલ જશે કે BJPમાં?

PC: indiatoday.in

દિલ્હી વિધાનસભામાં બુધવારે આમ આદમી પાર્ટી (AAP)ની સરકારે વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર મનીષ સિસોદિયાની ધરપકડને લઈને પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને CBIનો દુરુપયોગ કરીને ધારાસભ્યો અને સાંસદોને ખરીદી રહી છે. CBI અને EDએ મનીષ સિસોદિયાના માથે બંદૂક રાખીને તેના પર ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થવાનો દબાવ બનાવવામાં આવ્યો.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ભાજપ વિધાનસભામાં તેમની વિરુદ્ધ આવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની હતી, એટલે તેઓ જાણીજોઇને વિધાનસભાની પટલ પર વિશ્વાસ પ્રસ્તાવ લઈને આવ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી મોટા ભ્રષ્ટાચારી કહ્યા. દિલ્હી વિધાનસભામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ED અને CBIએ દેશના બધા ભ્રષ્ટ લોકોને એક પાર્ટીમાં લાવી દીધા છે. ED અને CBIએ છાપેમારી કરી અને તેમના માથા પર બંદૂક રાખી દીધી.

તેમને પૂછવામાં આવ્યું કે, જેલ જવા માગો છો કે ભાજપમાં. અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે, કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓનો ઉપયોગ કરીને ભાજપમાં નેતાઓની જોઇનિંગ કરાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે, ભારત ‘ભ્રષ્ટાચાર મુક્ત ભારત’ બની જશે. જે દિવસે તેમની સરકાર બહાર થઈ જશે, ભાજપના લોકોને સળિયાઓ પાછળ નાખી દેશે, દેશ ભ્રષ્ટાચાર મુક્ત થશે.

અરવિંદ કેજરીવાલે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું મેં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સાથે વાત કરી તો ખબર પડી કે તેમને ધમકી મળી રહી છે. તેમને કહેવામાં આવી રહ્યું છે કે ભાજપમાં આવી જાઓ, નહીં તો સિસોદિયાની જેમ જેલમાં નાખી દેવામાં આવશે. મેં બધા આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને કહી દીધું છે કે તમે બધા લોકો અમારી પાર્ટીના હીરા છો. ભલે તમે જેલ જતા રહો, પરંતુ ડરતા નહીં. હું તમારા પરિવારનો ખ્યાલ રાખીશ. અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં દેશના લોકતંત્ર સમાપ્ત થવાની વાત કહી છે.

તેમણે કહ્યું કે, એક મોટો વેપારી કાલે મને મળ્યો હતો. તેણે કહ્યું કે, તે ભારત છોડીને જઈ રહ્યો છે કેમ કે ડરનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીનું બજેટ રજૂ કરવાથી લઈને મનિષ સિસોદિયાની આબકારી નીતિ કૌભાંડમાં ધરપકડ પર કેન્દ્ર અને રાજ્યમાં ઘર્ષણની સ્થિતિ છે, તેને લઈને મોટા ભાગે રોડથી લઈને વિધાનસભા સદન સુધીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટકરાવ થતો દેખાઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp