કોંગ્રેસની હાર બાદ ભરતસિંહ સોલંકીએ કહ્યું- 2015માં...

PC: Facebook

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ ખૂબ જ નબળો રહ્યો છે. 2015ની તુલનામાં કોંગ્રેસ અડધી બેઠકો પર જીતી શકી નથી. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ત્યારે કોંગ્રેસની હારને લઇને ભરતસિંહ સોલંકીએ ભાજપ સરકાર પર આંકરા પ્રહાર કર્યા હતા. ભાજપ વહીવટી તંત્ર અને ચૂંટણી પંચનો ખોટો ઉપયોગ કરતુ હોય તેવા આક્ષેપ પણ ભરતસિંહ સોલંકીએ કર્યા હતા.

ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, 2015માં જનતાના કોંગ્રેસને જેવા આશીર્વાદ મળ્યા તેવા આ વખતે ન મળ્યા. ભારતીય જનતા પાર્ટીએ તમામ રીતે પૈસા, લોભ-લાલચ, વહીવટી તંત્ર, ચૂંટણીપંચ આ તમામનો દુરુપયોગ કર્યો છે. તમે મતદાનનું માર્જીન જોશો તો તે ગઈ વખત કરતા થોડા ઓછા છે કોંગ્રેસને મળેલા મત. મતદાનની ટકાવારી પણ ગઈ વખત કરતા ઓછી થઇ ગઈ છે. કોર્પોરેશનને લાગે છે વળગે છે ત્યાં સુધી 40% મતદાનના કારણે ભારતીય જનતાને 25ની આજુબાજુ થોડા ઓછા મત મળ્યા હોય તો એમ કહેવાય કે, 75% મત ભારતીય જનતાની વિરુદ્ધ છે. જે પ્રકારે ભારતીય જનતાનું પાર્ટીનું રાજ ગુજરાત અને ભારતમાં છે તેના કારણે લોકોનો વિશ્વાસ લોકશાહીમાંથી ઉડતો જાય છે. એ વિશ્વાસ ઓછો થયો હોવાના કારણે મતદાનની ટકાવારી પણ કોર્પોરેશનમાં ઓછી થઇ ગઈ.

આ બાબતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ સંપૂર્ણ ભારતીય જનતા પક્ષની સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમારી સરકાર, આમારા આરોગ્ય વિભાગે જે કામ કર્યું છે તે લોકોએ જોયું છે. ગુજરાતની જનતાએ જ્યારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે ત્યારે અમે પ્રજાના વતી આ બધું કરીએ છીએ અને એટલે બીજા કોઈએ રાજકીય ટીકા ટિપ્પણી કરવાની રહેતી નથી.

આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમરે જણાવ્યું હતું કે, લોકોને શંકા છે અને મને પણ શંકા થતી જાય છે. EVM મશીનનું સેટિંગ હોઈ શકે. EVM મશીનને દૂર કરવા માટે અમારી પાર્ટી દ્વારા માગણી કરવા માટેની હું પાર્ટીને વિનંતી કરવાનો છું. EVMમાં ખામી ન હોય તો પણ લોકો મુંજાયેલા છે કે, કોંગ્રેસને વોટ આપીએ તો પણ વોટ ભાજપ પર જતો રહેવાનો છે. એટલે અમારી બોર્ડર પર બેસેલા મતદારોને મનાવી ન શક્યા તેના કારણે હારનું પરિણામ આવ્યું હોય તેવું મને લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp