ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખરને આ શરતે મળ્યા છે જામીન

PC: twitter.com

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદને દિલ્હીની તિહાર જેલમાંથી મુક્તિ મળી ગઇ છે. ગુરુવારે જ્યારે ચંદ્રશેખર આઝાદ તિહાર જેલથી બહાર આવ્યો ત્યારે સમર્થકોએ હાર પહેરાવીને તેનું સ્વાગત કર્યુ હતું. બુધવારે દિલ્હીની તીસહજારી કોર્ટે શરત સાથે જામીન આપીને ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદને તીહાર જેલમાંથી મુક્ત કર્યો હતો. દિલ્હીની તિહાર જેલમાંથી મુક્ત થયા બાદ ચંદ્રશેખર આઝાદે કહ્યું હતું કે, હું જેલમાં રહેવા તૈયાર છું પરંતુ, હું નજરબંધી નહીં કરવા દઉં. બધા જ જાણે છે કે સરકાર શું કરી રહી છે. જો કે હું કોર્ટના આદેશનું સન્માન કરું છું. CAA અને NRC વિરુદ્વ મારી લડાઇ ચાલુ રહેશે તેને કોઇ રોકી નહીં શકે.

બુધવારે જામીન આપતા કોર્ટે કહ્યું હતું કે, ચંદ્રશેખર આઝાદ તિહારથી છૂટ્યા બાદ 4 અઠવાડિયા સુધી દિલ્હીમાં નહીં રહી શકે કેમ કે, દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. સાથે જ આ બાબતની ચાર્જશીટ દાખલ નહીં થાય ત્યાં સુધી દર શનિવારે ઉત્તર પ્રદેશના સહરાનપુર HSO સામે હાજરી આપવી પડશે. બુધવારે સુનાવણી દરમિયાન ચંદ્રશેખર આઝાદને દંડ પણ કર્યો હતો. તો બુધવારે ચંદ્રશેખર આઝાદના વકીલ મહમૂદ પ્રાચાએ કોર્ટમાં કહ્યું હતું કે, નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્વ પ્રદર્શન કરવા દરમિયાન ચંદ્રશેખરની ધરપકડ કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીને જ્યારે કોઇથી પરેશાની થાય છે ત્યારે તેઓ પોલીસને આગળ કરી દે છે. આ બાબતે કોર્ટે કહ્યું હતું કે, ચંદ્રશેખરે વડાપ્રધાનનું સન્માન કરવું જોઇએ

કોર્ટે કહ્યું હતું કે, જો કોઇ ગૃપ વિરોધ પ્રદર્શન કરે છે તો તેના પર સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાનો આરોપ પણ લાગે છે આ બાબત પર દિલ્હી પોલીસે કહ્યું હતું કે, નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં પ્રદર્શન દરમિયાન હિંસા થઇ અને પોલીસ બેરિકેટિંગ અને બે પ્રાઇવેટ વાહનોને નુક્સાન પહોંચાડ્યુ હતું. તેની જવાબદારી પણ ચંદ્રશેખર આઝાદની છે.

આ પહેલા મંગળવારે અદાલતે ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝદના પુરાવા ન આપવા પર દિલ્હી પોલીસને કડક વલણમાં પૂછ્યું હતું કે, દિલ્હી પોલીસ એવો કોઇ કાયદો બતાવે જે આ પ્રકારે એકત્ર થવા માટે રોકતો હોય. કોર્ટે દિલ્હી પોલીસને પૂછ્યુ હતું કે આ ઘટનામાં હિંસા ક્યાં છે ? કોણ કહે છે કે લોકો પ્રદર્શન નહીં કરી શકે ? શું તમે સંવિધાન વાચ્યું છે ? દરેક નાગરિકનો સંવિધાનિક અધિકાર છે કે સહમત ન થવા પર વિરોધ પ્રદર્શન કરી શકાય છે.

તમને જણાવી દઇએ કે, દિલ્હી પોલીસે ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદની નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાના સામેલ હોવાની શંકામાં ગયા મહિને દરિયાવગંજથી ધરપકડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp