BJP નેતા સોનાલી ફોગાટે ઓફિસરને માર્યો તમાચો, કર્યો ચંપલોનો વરસાદ, જુઓ વીડિયો

PC: google.com

TikTok સ્ટાર અને BJP નેતા સોનાલી ફોગાટ અવારનવાર ચર્ચામાં રહે છે. આ વખતે સોનાલી ફોગાટે એવું કામ કર્યું છે કે સોશિયલ મીડિયા પર તે ખૂબ જ ટ્રેન્ડ કરી રહી છે. ચારેબાજુ તેની જ ચર્ચાઓ થઈ રહી છે. હવે સોનાલી ફોગાટે માર્કેટ કમિટીના અધિકારીને તમાચો મારી દીધો. તેમનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હરિયાણાના હિસારના આદમપુર વિધાનસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસ નેતા કુલદીપ બિશ્નોઈ વિરુદ્ધ ચૂંટણી લડનારી BJP નેતા સોનાલી ફોગાટે એક મામૂલી વિવાદને પગલે અધિકારીને તમાચો મારી દીધો હતો. રિપોર્ટ અનુસાર, સોનાલી ફોગાટ હિસારમાં એક અનાજની માર્કેટનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. ત્યાં તેમની માર્કેટ કમિટીના સેક્રેટરી સુલ્તાન સિંહ સાથે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ ગઈ. આ વિવાદ એટલો વધી ગયો કે, સોનાલીએ બધાની સામે તે અધિકારીને તમાચો મારી દીધો હતો.

વાયરલ વીડિયોમાં અધિકારી દ્વારા સોનાલીને વારંવાર અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો, પરંતુ નેતા એટલા બધા ગુસ્સે થઈ ગયા હતા કે તેમણે તે અધિકારી પર હાથ ઉઠાવી દીધો. સોનાલી બોલાચાલી દરમિયાન સતત અધિકારીને ખિજવાતા દેખાયા હતા. હવે માર્કેટમાં એવું તે શું થયું કે સોનાલીને આટલો બધો ગુસ્સો આવી ગયો, તે અંગેનું કારણ હજુ જાણી શકાયું નથી.

આ ઘટના સામે આવ્યા બાદ કોંગ્રેસે રાજ્યની ખટ્ટર સરકાર પર નિશાનો સાધ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું કે, ખટ્ટર સરકારના નેતાઓના ખરાબ કારનામા. માર્કેટ કમિટી સચિવને જાનવરોની જેમ માર મારી રહી છે આદમપુર, હિસારની BJP નેતા. શું સરકાર નોકરી કરવી હવે ગુનો છે? શું CM મનોહર લાલ ખટ્ટર કોઈ કાર્યવાહી કરશે? શું મીડિયા હજુ પણ ચુપ રહેશે?

જણાવી દઈએ કે, BJPની ટિકિટ પરથી સોનાલીએ ચૂંટણી જરૂર લડી હતી, પરંતુ તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે ચૂંટણી પ્રચાર દરમિયાન સોનાલીના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. તેને કારણે જ લોકો તેમને TikTok સ્ટાર પણ કહેવા માંડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp