ચૂંટણીમાં EVMની જગ્યાએ બેલેટ પેપરનો ઉપયોગ થશે કે નહીં, તે અંગે ECએ આપ્યો આ જવાબ

PC: assettype.com

ચૂંટણી આયોગે આવતા મહિને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મત પત્રોના ઉપયોગની વાતને નકારી દીધી છે. તેમણે કહ્યું કે, હવે તે ભૂતકાળ બની ગયું છે. સાથે જ તેમણે EVMનો બચાવ કરતા કહ્યું, આ મશીનોની સાથે છેડછાડ સંભવ જ નથી.

CEC સુનીલ અરોરાએ મહારાષ્ટ્રમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કર્યા પછી કહ્યું કે, વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચાઓની સીમા પર હાલમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહી. શિવશેના અને NCP જેવી પાર્ટીઓ દ્વારા પ્રતિ ઉમેદવાર દીઠ ચૂંટણી ખર્ચની સીમા 28 લાખ રૂપિયા છે. તેને વધારવાની માંગ પાર્ટીઓ દ્વારા કરવામાં આવી હતી. એ મુદ્દે તેમનું નિવેદન આવ્યું છે.

શિવશેના અને NCP એવી પાર્ટીઓ છે જેમને EVM ના ઉપયોગને લઈને વિરોધ કર્યો હતો. અરોરાનું કહેવું છે કે, પાર્ટીઓ આ મુદ્દાને ઉઠાવતી રહી છે. અમે તેમને વિનમ્રતાથી કહેલું કે, મત પત્રોનો ઉપયોગ હવે ઈતિહાસની વાત છે.

તેઓ કહે છે, EVM અન્ય મશીનો જેમકે ઘડિયાળ ગાડીની જેમ ખરાબ થઈ શકે છે. પણ તેની જોડે છેડછાડનો પ્રશ્ન જ નથી. તે અન્ય મશીનો કરતા નોખી છે. સર્વોચ્ચ અદાલતે પણ EVM મુદ્દે એક રીતે આ વાતને સાચી કહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp