CMએ રાજીવ ગાંધીના હત્યારાને ગળે લગાવ્યો, સંજય રાઉત ગુસ્સે થયા

PC: khabarchhe.com

ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના દોષિતોમાંના એક એજી પેરારીવલનને તાજેતરમાં સુપ્રીમ કોર્ટે મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. એજી પેરારીવલન જેલમાંથી છૂટ્યા બાદ 18 મેના રોજ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને મળ્યો હતો. આ દરમિયાન સ્ટાલિને રાજીવ ગાંધીની હત્યાના દોષિત પેરારીવલનને ગળે લગાવ્યો હતો.

શિવસેનાના નેતા સંજય રાઉતે એજી પેરારીવલનને ગળે લગાડવા બદલ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે જો રાજ્યના મુખ્યમંત્રી તેમના હત્યારાઓને આ રીતે સન્માનિત કરે છે તો મને લાગે છે કે તે આપણી સંસ્કૃતિ અને નૈતિકતા નથી. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની મુલાકાત પર સંજય રાઉતે વધુમાં કહ્યું કે તમિલનાડુની રાજનીતિ શું છે તે બધા જાણે છે. રાજીવ ગાંધી આ દેશના નેતા હતા જેમણે દેશ માટે શહીદી આપી હતી. તમિલનાડુમાં જ તેની હત્યા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની પાર્ટી દ્રવિડ મુનેત્ર કઝગમ ઘણા સમયથી પૂર્વ PM રાજીવ ગાંધીના હત્યારાને છોડવાની માંગ કરી રહી હતી. નોંધનીય છે એજી પેરારીવલન 30 વર્ષ સુધી જેલમાં રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp