દિલ્હીમાં હિંસા ભડકાવવા બદલ BJP નેતા કપિલ મિશ્રા સામે ફરિયાદ, કહી હતી આ વાત

PC: indianexpress.com

ભારતીય જનતા પાર્ટીના નેતા કપિલ મિશ્રાની સામે રવિવારે અને સોમવારે દિલ્હીમાં હિંસા ભડકાવવાના આરોપમાં બે મામલાઓ દાખલ કરવામાં આલ્યા છે. એક ફરિયાદ AAPની કોર્પોરેટર રેશના નદીમે અને બીજી હસીબ ઉલ હસને દાખલ કરાવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, વિરોધ દરમિયાન મિશ્રાએ તેમના ઉશ્કેરીભર્યા ભાષણમાં લોકોને ઉશ્કેર્યા, જેને લીધે અરાજકતા ફેલાઈ છે. જોકે, હજુ સુધી ભાજપાના આ નેતા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

બીજી તરફ દિલ્હી પોલીસની એક વિશેષ બ્રાંચે તેમની રિપોર્ટમાં કહ્યું છે કે, ચાંદબાગ મજારમાં હિંસા કરનારા અને પોલીસ સામે ગોળી ચલાવનારા પ્રદર્શનકારીઓનો સંબંધ PFI સાથે છે. જેમાં એક અધિકારીના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, ઉત્તર પૂર્વ દિલ્હીના જાફરાબાદ વિસ્તારમાં CAA વિરોધીઓ અને સમર્થકોની વચ્ચે રવિવારે ઝડપ થઈ ગઈ હતી. ત્યાર બાદ તેમણે ધરણા પ્રદર્શન કર્યા હતા. તેની વચ્ચે ભાજપા નેતા કપિલ મિશ્રાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખાસ્સો વાયરલ થયો હતો. મિશ્રાએ ટ્વીટ કરી હતી કે, અમે દિલ્હી પોલીસને રસ્તો ખાલી કરવા માટે 3 દિવસનો સમય આપ્યો છે. જાફરાબાદ અને ચાંદબાગના રસ્તા ખાલી કરાવો.

BJP નેતા કપિલ મિશ્રાએ એક વીડિયો પણ ટ્વીટ કર્યો હતો. જેમાં તે સભાને સંબોધિત કરતા કહી રહ્યા હતા કે, પ્રદર્શનકારીઓ દિલ્હીમાં તાણ પેદા કરવા માગે છે. માટે જ તેમણે રસ્તો બંધ કરી દીધો છે. માટે જ તેમણે અહીં દંગા જેવા હાલત પેદા કરી દીધા છે. અમે કોઈ પથ્થરમારો કર્યો નથી. અમેરિકાના રાષ્ટ્રપતિનું ભારત રહેવા સુધી અમે તે વિસ્તારને શાંતિપૂર્વક છોડી રહ્યા છે. ત્યાર બાદ જો તેમણે રસ્તા ખાલી કર્યા નહીં તો અમે તમારી(પોલીસ) પણ સાંભળીશું નહીં. જણાવી દઈએ કે ભાજપા નેતા કપિલ મિશ્રાએ CAAના સમર્થનમાં મૌજપુર લાલબત્તીની પાસે સભા બોલાવી હતી. તેમણે માગ કરી હતી કે CAA વિરોધી પ્રદર્શનકારીઓને ત્રણ દિવસમાં હટાવવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp