મોટર વ્હીકલ એક્ટ સામે ગુજરાત કોંગ્રેસની મિસ કોલ ઝુંબેશને સારો પ્રતિસાદ

PC: youtube.com

16 સપ્ટેમ્બરથી રાજ્યમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા પછી અનેક લોકો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પણ ગઈકાલે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. નવા મોટર વ્હીકલ એક્ટને લઇને લોકોના વિરોધને વાચા આપવા માટે કોંગેસ દ્વારા એક હેલ્પલાઇન નંબર બહાર પાડવામાં આવ્યો હતો અને આ હેલ્પલાઇન નંબરના આધારે એક મિસકોલ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જે લોકોને ટ્રાફિકના નવા નિયમો અને કાયદાઓ સામે વિરોધ હતો, તેવા લોકોએ આ હેલ્પલાઇન નંબર પર મિસકોલ કરીને કોંગ્રેસને સમર્થન કર્યું હતું.

કોંગ્રેસ દ્વાર હેલ્પલાઇન નંબર શરૂ કરાયાના માત્ર 24 કલાકના સમયમાં હજારો લોકોનું સમર્થન કોંગ્રેસને મળ્યું હતું અને લોકોએ હેલ્પલાઇન નંબર પર મિસકોલ કરીને વિરોધ નોંધાવ્યો હતો. 24 કલાકમાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાં રહેતા 1,26,350 લોકોએ હેલ્પલાઇન પર મિસકોલ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આગામી સાત દિવસ સુધી કોંગ્રેસ દ્વારા આ હેલ્પલાઇન નંબરનું મોનિટરીંગ કરવામાં આવશે. સાત દિવસ પછી તમામ મિસકોલના ડેટાને એકત્ર કરીને જે-જે લોકોએ મિસકોલ કર્યો છે, તેમનો સંપર્ક કરવામાં આવશે અને તેમનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે.

આ ઉપરાંત, કોંગ્રેસ મિસકોલ કરનાર વ્યક્તિ પાસેથી જાણશે કે તેમણે કયા મુદા પર એટલે કે, દંડની જોગવાઈ, PUC, હેલમેટ કે વીમાના કારણે ટ્રાફિકના નવા નિયમનો વિરોધ કર્યો છે. મિસકોલ કરનારા તમામ લોકો પાસેથી આ માહિતી મેળવીને કોંગ્રેસ દ્વારા આ તમામ લોકોએ એકઠાં કરવામાં આવશે અને પછી સરકારની સામે આંદોલન કરવામાં આવશે. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ જનતા ગુજરાત કોંગ્રેસના હેલ્પલાઇન નંબર પર મિસકોલ કરીને નવા મોટર વ્હીકલ એક્ટનો વિરોધ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp