અવળચંડા ઇમરાને જૂનાગઢને પાકિસ્તાનમાં બતાવ્યું, સરદારે આ રીતે લીધું હતું ભારતમાં

PC: dnaindia.com

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની રાજકીય મહેચ્છાએ દેશને અવળચંડાઇ તરફ ધકેલ્યો છે પરંતુ તેના પરિણામ સારા નહીં આવે તેવી ચિમકી ભારતે ઉચ્ચારી છે. ભારત દેશ આઝાદ થયા પછી નવમી નવેમ્બરે એટલે કે 76 દિવસ પછી જૂનાગઢ આઝાદ થયું હતું. એ વખતે સરદાર વલ્લભભાઇ પટેલની કુનેહથી જૂનાગઢ એ ભારતનો અવિભાજ્ય અંગ રહ્યું છે અને આજે પણ અવિભાજ્ય અંગ છેજેને પાકિસ્તાનના જૂઠા નકશા જુદા ન કરી શકે.

પાકિસ્તાનની કેબિનેટે નવા રાજકીય નકશાને મંજૂરી આપી છે જેમાં જૂનાગઢમાણાવદરકચ્છનું સિરક્રીકજમ્મુ-કાશ્મીર અને લદાખને પોતાના હિસ્સામાં ગણાવ્યા છે પરંતુ નકશા બનાવવાથી વિસ્તાર ભળી જતો નથી. આવી અવળચંડાઇ પાકિસ્તાનને ભારે પડી શકે છે.

ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી પરંતુ તે સાથે અંગ્રેજો અને કેટલાક વિકૃતિ દિમાગી વ્યક્તિઓએ દેશના બે ટુકડા કર્યા હતા. જતાં જતાં અંગ્રેજોએ પાસું ફેક્યું કે દેશની 560 જેટલી રિયાસતો પૈકી જેને ભારતમાં રહેવું તે રહી શકે છે અને જેને પાકિસ્તાનમાં જવું હોય તે જઇ શકે છે. જો કે સરદાર પટેલની સમજાવટથી મોટાભાગના રજવાડાં ભારત સાથે વિલય કરવા સંમત થયા હતા પરંતુ તે પૈકી કેટલાંક આડખિલી બની રહ્યાં જેમાં જૂનાગઢનો સમાવેશ થતો હતો. જૂનાગઢના નવાબની ઇચ્છા પાકિસ્તાનમાં ભળવાની હતી પરંતુ હિન્દુ જનતા તેની વિરૂદ્ધમાં હતી.

ભારતની આઝાદી પછી જૂનાગઢ 76 દિવસે એટલે કે 9મી નવેમ્બર 1947માં આઝાદ થયું હતું. તે સમયે રિયાસતના નવાબ જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવી દેવા માંગતા હતાપરંતુ તત્કાલીન ગૃહ મંત્રી સરદાર પટેલના આદેશથી શામળદાસ ગાંધીની આગેવાનીમાં આરઝી હુકુમતની રચના કરી જૂનાગઢને આઝાદ ભારતમાં સામેલ કરવામાં આવ્યું હતું ત્યારથી ઉજવણી કરવામાં આવે છે.

જુનાગઢમાં અત્યાર સુધીમાં નવ નવાબે શાસન કર્યું છે. જુનાગઢમાં નવાબના વખતમાં 9 રાજ્યો હતા. જુનાગઢના ઈતિહાસમાં 9 દેવી પુરુષોનો મહત્વનો ફાળો છે. એટલું જ નહી સ્વામી વિવેકાનંદ આ પવિત્ર ભૂમિમાં 9 વખત આવી ચૂકયા હોય એવું મનાય છે. જુનાગઢની આઝાદીને 9 તારીખનો પણ અનોખો સંબંધ છે. જૂનાગઢના ઇતિહાસમા આજે પણ નવનો આંકડો શુભ માનવામાં આવે છે.

આખરે જુનાગઢના નવાબ પાકિસ્તાન ભાગી ગયા બાદ સરદાર વલ્લભભાઇ પટેલે જુનાગઢની પ્રજાનું મન જાણવા માટે જુનાગઢની શાન સમા બહાઉદ્દીન કોલેજના મેદાનમાં સભાને સંબોધન કર્યું અને જ્યારે મતદાન કરાવ્યું ત્યારે 201459 મતદારો હતા જેનો સરવાળો પણ નવ થતો હતો. આ મતદાનમાં પાકિસ્તાન માટે માત્ર 91 મત પડ્યા હતા. આ જૂનાગઢ એ સૌરાષ્ટ્ર અને ગુજરાતની શાન છે.

નેપાળ પછી પાકિસ્તાને અવળચંડાઇ શરૂ કરી છે. ભારત-નેપાળ સરહદ મામલામાં નેપાળે પણ નકશો બનાવીને ભારતના લિમ્પિયાયાધૂરા અને કાલાપાનીને પોતાના વિસ્તાર તરીકે ગણાવ્યા હતાજેમ આજે પાકિસ્તાનના નકશામાં પણ ભારતના ચાર પ્રદેશોને મૂકવામાં આવ્યા છે પરંતુ નકશા બનાવવાથી સરહદ બદલાઇ જતી નથી તેનો ખ્યાલ આ દેશોએ રાખવો જોઇએ.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp